સિદ્ધપુર શહેરમાં દૂધ સાગર ડેરી,મહેસાણાની રહેમનજરે સફેદ દૂધ-છાશનો કરાતો કાળો કારોબાર અટકાવવો જરૂરી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

એકબાજુ ખાનગી પાર્લરોવાળા બે-ત્રણ રૂપિયા વધુ ખંખેરી તાજું દૂધ-છાશ આપે છે..જ્યારે બીજીતરફ ડેરીના નિયત કેદ્રો ઉપર વાસી દૂધ-છાશ અપાતું હોવાથી ગ્રાહકોમાં કચવાશની લાગણી

સમગ્ર ભારતવર્ષ કોરોના મહામારી સામે સાહસિકતા થી સામુહિક સામનો કરી લડત આપી રહ્યું છે.. વહિવટીતંત્ર આ મહામારી ને રોકવા માટે અથાક પ્રયત્નો કરી રહ્યું છે…ત્યારે સિદ્ધપુર શહેરમાં દૂધ અને છાશ જેવી જીવન જરુરીયાતની અતિ આવશ્યક વસ્તુના વિતરણ કેન્દ્ન ઉપર સમગ્ર દિવસ દરમિયાન તેનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તેમજ આવી વસ્તુની ખરીદીમાં ગ્રાહકો લૂંટાય નહિ તે બાબતે ડેરી સત્તાધીશો તેમજ સિદ્ધપુર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.
           સિદ્ધપુર શહેરમાં મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા એપીએમસી માર્કેટ યાર્ડ સામે તેમજ મંડી બજાર ખાતે ડબલ્યુ.પી. ઓ.કેન્દ્ર ફાળવવામાં આવેલ છે.આ બન્ને કેન્દ્રો ઉપરથી તાજું દૂધ-છાશ સહિત દૂધસાગર ડેરી ની અન્ય કેટલીક પ્રોડક્ટ ગ્રાહકોને મૂળકીમતે મળી રહે તે માટે ડેરી સત્તાધીશો દ્વારા સુંદર આયોજન કરાયું છે.પરંતુ તેમ છતાંય સિદ્ધપુર ના નગરજનોને પૂરતી સુવિધા મળી રહી નથી.સિદ્વપુરનાં આ બન્ને દૂધ વિતરણ કેન્દ્ર પરથી મોટા ભાગનો દૂધ-છાસનો જથ્થો ખાનગી પાર્લરો વાળાને વેંચી બપોર પહેલા જ કેન્દ્ર પર તાજો જથ્થો નીલ કરી દેતા હોય છે.આ કેન્દ્ર ઉપરથી જે રિટેલરોને દૂધ અપાય છે તેમને લોકોને દૂધ-છાશ મૂળ કિંમતે વેચવાનું હોય છે…પણ ખુદ આ કેન્દ્ર સંચાલક કબૂલે છે કે જે દૂધ વેચવા લઈ જાય અને ફ્રીઝ બાળે તે વધુ કિંમત લેવાનો.. તો પ્રશ્ન એ થાય કે ખાનગી પાર્લરો વાળાઓના બદલે શું આ કેન્દ્ર સંચાલક મૂળ કિંમતે દૂધ-છાશ મોડે સુધી વેચી ના શકે….? જો તેમ શક્ય ના હોય તો શુ ગ્રાહકોને આ કેન્દ્ર પર દૂધ-છાશનો પુરવઠો પૂરો થઈ જાય એટલે ફરજીયાત વધારે રૂપિયા આપી ને ખાનગી પાર્લરોવાળાઓ પાસેથી જ દૂધ-છાશ લેવાનું…? એકતરફ આ બન્ને કેન્દ્રો ઉપર બપોર પહેલા જ તાજા દૂધ-છાશનો જથ્થો પૂરો થઈ જતો હોય છે… ત્યારે બીજીતરફ આ કેન્દ્રો ઉપર બીજા દિવસે આઉટ ડેટેડ(વીતી ગયેલ તારીખ)દૂધ-છાશની વાસી થેલીઓ વેચાણ અર્થે ક્યાંથી આવે છે તે એક યક્ષ પ્રશ્ન છે.!! આ ઉપરાંત વળી ક્યાંક-ક્યાંક ખાનગી પાર્લરોવાળાઓ વધુ નફો રળી લેવા આ બન્ને કેન્દ્રો પરથી વહેલી સવારે જ દૂધ-છાશનો વધારે જથ્થો સંગ્રહ કરી દેતા હોય છે. આમ,વધુ નફો રળી લેવાની લ્હાયમાં સંગ્રહ કરાયેલ દૂધ-છાશ વેચાય નહિ તો ગ્રાહકોને જૂની તારીખનું દૂધ-છાશ ખરીદવા આગ્રહ કરાતો હોય છે…શુ આ યોગ્ય છે.? અર્થશાસ્ત્રની ભાષામાં માલનો જથ્થો રિંગ બનાવી એકત્ર કરી જે રીતે કાળાબજારીને અંજામ આપવામાં આવતો હોય છે એમ જ સિદ્ધપુર શહેરના પ્રજાજનો સાથે દૂધ-છાશ ના વેચાણમાં હાલ કરાઈ રહ્યું છે,તેમ છતાંય તંત્રની મિલીભગતના કારણે ગ્રાહકો પીસાઈ રહ્યા છે અને આવા કહેવાતા ખાનગી પાર્લરવાળાઓ દૂધસાગર ડેરી,મહેસાણા તેમજ શહેરના બન્ને દુધકેન્દ્ર સંચાલકોની રહેમનજરે મલાઈ મેળવી તગડો નફો રળી માલેતુજાર બની રહ્યા છે.મહેસાણા દૂધસાગર ડેરી ના સત્તાધીશો દ્વારા સિદ્ધપુરના ગ્રાહકોને મોડી રાત સુધી મૂળ કિંમતે દૂધ-છાશ મળી રહે તે માટે નક્કર આયોજન કરવામાં આવે તેવી પ્રબળ પ્રજામાંગ ઉઠવા પામી છે.રાજકીય અને સામાજિક આગેવાનો સહિત સિદ્ધપુરના પ્રાંત અધિકારી અને મામલતદાર પણ જીવન-જરૂરિયાતની અતિ આવશ્યક ગણાતી આ વસ્તુ લોકોને સુલભતા થી મોડીરાત સુધી મૂળ-કિંમતે મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરે-કરાવે તે જરૂરી છે.દૂધ સાગર ડેરીની ઢીલી નીતિ ના કારણે સિદ્ધપુર શહેરમાં પ્રવર્તમાન સમયે અસંખ્ય પાર્લરો વાળા કેટલાય લાંબા સમય થી બેરોકટોક સફેદ દૂધ-છાશનો કાળો કારોબાર કરી રહ્યા છે.આથી ગ્રાહકો ખુલ્લેઆમ લૂંટાય,પીસાઈ અને છેતરાઈ રહ્યા છે.
*બોક્સ*
આ અંગે સિદ્ધપુર વિભાગ માંથી ચુંટાયેલા ડેરીના ડિરેક્ટર રણજીતસિંહ સોલંકીએ જણાવેલ કે આ બાબત અમૂલ ફેડરેશનમાં આવતી હોવાથી હું આપણાં વિભાગના અધિકારી કે બ્લોક સુપરવાઈઝર પાસે તપાસ કરાવી યોગ્ય નિરાકાર આવે અને ગ્રાહકોને મૂળ કિંમતે દૂધ ઉપલબ્ધ થાય એવું કરાવીશ.
રણજીતસિંહ સોલંકી, ડિરેકટર-દૂધ સાગર ડેરી, સિદ્ધપુર વિભાગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here