શહેરા : ઊંજડા ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો જુગાર રમતા આઠ જેટલા શકુનીયો ઝડપાયા…

શહેતા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ઊંજડા ગામના તળાવની પાળ ઉપર હાર જીતનો જુગાર રમતા આઠ જેટલા જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતા.પોલીસે સ્થળ ઉપરથી કેટ, તેમજ રોકડ રકમ મળી ૧૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરા પોલીસની ટીમ રેણા મોરવા આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે સમયે તાલુકાના ઊંજડા ગામની તળાવની પાળ ઉપર પાનાપત્તાનો હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.આથી શહેરા પોલીસની ટીમે તળાવની પાળ પાસે મંદિર ની નજીક આવેલ ખુલ્લા ભોયતળિયા પાસે ગોળ કુંડાળુ કરીને રમાતા જુગાર પર પોલીસે કોર્ડન કરીને રેડ કરતા સ્થળ ઉપર નાસભાગ ના દ્ર્શ્યો સર્જાયા હતા. પોલીસે જુગાર રમાતા સ્થળ ઉપરથી (૧) તરુણભાઈ રાજુભાઈ મહેરા (૨) કાન્તીભાઈ ઉદાભાઈ મહેરા (૩) સંજયભાઈ ઘુળાભાઈ મહેરા (૪) મુકેશભાઈ કાન્તીભાઈ પરમાર (૫) મીતેશકુમાર ગોવિદંભાઈ ભોઈ (૬) અનિલકુમાર જયંતિભાઈ ભોઈ (૭) સતીષકુમાર દિલીપાભાઈ મહેરા (૮)ચંદુભાઈ ભીખાભાઈ પરમાર સહિતના જુગાર રમતા ને પકડી પાડી ને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા.પોલીસે પકડી પાડેલા જુગારીયાઓ ને છોડાવા માટે ગ્રામ ના અગ્રણીઓ દોડી આવ્યા હતા.જોકે પોલીસે આઠ જુગારીયાઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોધીને પત્તા પાનાની કેટ,રોકડ રકમ મળીને કુલ ૧૬૦૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઊંજડા ગામ માં છૂપી રીતે મોટા પાયે રમાતા જુગાર પર પોલીસે બાતમીના આધારે રેડ કરી ને આઠ જેટલા જુગારીઓને પકડી પાડયા હતા જોકે જે રીતે પોલીસે આઠ જેટલા જુગારીયાઓ પાસેથી 1290 રૂપિયા જેટલી સામાન્ય રકમ મળી આવતા અનેક સવાલો સ્થાનિક ગામમાં ચર્ચા નો મુદ્દો બની જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here