સિદ્ધપુર પોલીસે ઢોર ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપી પાડ્યો…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

આરોપીએ પુછપરછમાં સિદ્ધપુર સહિત દિયોદર, ભીલડી, બાલીસણા,ધ્રાંગધ્રા, ઊંઝા,છાપી સહિત ડીસા ના કુપટ ગામેથી પણ ભેંસો ની ચોરી કરી હોવાના ગુનાઓની કબૂલાત કરી હતી…!!

સિદ્ધપુર પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે અરસા માં ટાઉનમાં ફરતા શંકાસ્પદ લાગતા અઢાર વર્ષીય એક યુવકને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેણે પાટણ,બનાસકાંઠા સહિત મહેસાણા જિલ્લા માં અનેક સ્થળોએ ઢોર ચોરીઓ કરી હોવાની સનીસનીખેજ કબૂલાત કરી હતી.પોલીસે આ યુવકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ સિદ્ધપુર ઈ.પીઆઇ પી.એસ.ગૌસ્વામી અને પોલીસ સ્ટાફના માણસો રાત્રી પેટ્રોલિંગમાં હતા તે અરસામાં ટાઉનમાં મામલતદાર કચેરી સામે રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેને પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી ના શકતા તેને પોલીસમથક લાવી પૂછપરછ કરતા આ યુવકે સિદ્ધપુર સહિત દિયોદર,ભીલડી પોલીસ મથકમાં કલમ ૩૭૯ અન્વયે એક-એક ગુનો આચર્યો હોવાનું તેમજ બાલીસણા પોલીસમથકમાં કલમ ૩૭૯,૪૪૭ મુજબ ઢોર ચોરીના અલગ અલગ બે ગુના આચર્યા હોવાની સનસનીખેજ કબૂલાત કરી હતી.આ સિવાય આ આરોપીએ છેલ્લા એકાદ વર્ષના સમયગાળામાં ધ્રાંગધ્રા માલવણ ચોકડી પાસેથી રબારીના વાડા માંથી બે ભેંસો ચોરેલી,આ ઉપરાંત સિદ્ધપુર તાલુકાના વાધણા ગામેથી બે ભેંસો તેમજ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેકપોસ્ટથી આગળ મકતુપુર રોડ ઉપર ગંજબજાર બને છે તેની સામે ખેતરમાંથી એક ભેંસ તથા એક પાડીની ચોરી કરેલી હોવાની આ ઉપરાંત છાપીથી અંબાજી જવાના રસ્તા ઉપરથી બે ભેંસો ચોરી હોવાની તેમજ ડીસા તાલુકાના કુપટ ગામે નદીમાં થઈ રોડ ઉપર જવાના રસ્તાની સાઈડ માંથી એક ભેંસ(જોટુ)ની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.આથી સિદ્ધપુર પોલીસે આ કામના આરોપી ઠાકોર વિપુલજી ઉર્ફે ભાણુભા ચમનજી ધુળાજી,ઉ.વ.૧૮,રહે. સુણસર માઢ પાટી,તા. ચાણસ્મા હાલ રહે. માધુપુરા,તા.સિદ્ધપુર જિ. પાટણ તથા મેડકોલ,તા. કાંકરેજ,જિ.બનાસકાંઠા વાળાની સીઆરપીસી કલમ-૪૧(૧)(આઈ) મુજબ અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here