છોટાઉદેપુર : બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને કાયમી સરકારી વકીલ મળે તેવી રજૂઆત બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ લલિત રોહીત દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી એડીસનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં કાયમી વકિલની માંગ સચિવ શ્રી કાયદા વિભાગ , ગાંધીનગર અને જિલ્લા કલેકટર શ્રી ની રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવામાં આવી.

બોડેલી સેવા સદન મુકામે કાર્યરત એડિશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોડેલી સંખેડા નસવાડી તાલુકા ના ગંભીર ગુનાઓ સિવિલ અપીલો સહિતની અનેક સ્પેશિયલ કોર્ટની ન્યાયિક કાર્યવાહી ચાલતી હોય છે ત્યારે કાયમી ધોરણે સરકારી વકીલની નિમણુક કરવા માટે બોડેલી બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું જ્યારથી બોડેલી કોર્ટ ચાલુ થઈ ત્યારથી છોટાઉદેપુર થી દર પંદર પંદર દિવસે વારાફરતી વકીલો આવતા હોય છે જેથી કાયદા ની કામગીરીમાં નિયમિતતા હાલમાં જળવાતી ન હોય બોડેલી એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને કાયમી સરકારી વકીલ મળે તેવી રજૂઆત બોડેલી બાર એસોસીએશનના પ્રમુખ / મંત્રી તથા તમામ હોદ્દેદારો / સિનિયર એડવોકેટ શ્રી ઓ દ્વારા જિલ્લા કલેકટરને કરવામાં આવી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here