સિદ્ધપુર નગરપાલિકા દ્વારા વોટર વર્કસ કમિટીના ચેરમેન ચિરાગભાઈ શુક્લ(પિંટુભાઈ માસ્તર) ના અધ્યક્ષ સ્થાને પીવાના પાણીની ઓવર હેડ ટાંકીઓ તેમજ અંડર ગ્રાઉન્ડ સંપની વૈજ્ઞાનિક પદ્ધતિથી સફાઈ કામગીરી હાથ ધરાઇ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

સિદ્ધપુર નગરપાલિકા દ્વારા વોટર વર્કસ કમિટીના ચેરમેન ચિરાગભાઈ શુક્લ(પિંટુભાઈ માસ્તર) ના અધ્યક્ષ સ્થાને પીવાના પાણી ની ૧૪ જેટલી ઓવર હેડ ટાંકીઓ તેમજ અંડર ગ્રાઉન્ડ સંપની વૈજ્ઞાનિક પદ્ધતિથી સફાઈ કામગીરી હાથ ધરાઇ જે આગામી પંદર દિવસ માં ૧૩ જેટલા પ્રશિક્ષિત માણસોની ટીમ દ્વારા કરવામાં આવશે. શહેરના નાગરિકોને પાણીજન્ય રોગચાળા થી મુક્ત રાખવાના અભિગમ હેઠળ સિદ્ધપુર નગરપાલિકામાં તાજેતરમાં અસ્તિત્વમાં આવેલ નવીન બોડી દ્વારા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના આદરેલ પ્રયાસો ના ભાગરૂપે નગરપાલિકાના તમામ ૧૪ જેટલા વોટર વર્કસ સેન્ટરો ના ઓવર હેડ ટાંકીઓ તેમજ અંડર ગ્રાઉન્ડ સંપ સ્વરૂપે આવેલ સ્ટરેજોની સાફ સફાઈ કરવાની કામગીરી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ પામેલા અનુભવી એજન્સી અલ્ટ્રાપ્યોર કંપની પાસે કામ કરાવવાનું કાર્ય હાથ ધરેલ છે.આ કાર્યક્રમમાં નગપલિકાના પ્રમુખ અનીતાબેન પટેલ,ઉપ પ્રમુખ સોનલબેન ઠાકર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રશ્મિનભાઈ દવે, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન ચિરાગભાઈ શુક્લ(પીન્ટુ ભાઈ માસ્તર),લાઈટ કમિટીના ચેરમેન ધર્મેન્દ્રભાઈ ઠાકર,કોર્પોરેટર તેમજ એપીએમસીના ડિરેક્ટર અંકુર્ભાઈ મારફતિયા, જનાર્દનભાઈ શુક્લ,કપિલભાઈ પાધ્યા, નારિભાઈ,ભાવેશભાઈ રાજ્યગુરુ, સહિત નગરપાલિકાના કોર્પોરેટરઓ, કર્મચારીઓ તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here