છોટાઉદેપુર નગરમાં આવેલા ડી પી ઉપર ઊગી નીકળેલા વેલાને કારણે કરંટ લાગવાનો ભય સાથે ગંદકીના ઢગલા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુરમાં જાહેર માર્ગો અને જગ્યાઓ ઉપર આવેલ એમ જી વી સી એલના થાંભલા અને ડી પી ઉપર છેક વાયરો સુધી લીલા વેલા ઊગી નીકળ્યા છે. હાલમાં વરસાદી માહોલ સર્જાયો સદ્ ભાગ્યે કોઈ દુર્ઘટના થઈ નહિ પરંતુ આ વેળા દૂર કરવા આવશ્યક છે. અગાઉથી આવેલી વરસાદી આગાહી પ્રમાણે જે નફ્ફટ વેલો વરસાદની ધમધમાટ શરૂઆત પેહલા દૂર કરવા ઘણા જરૂરી હતા પરંતુ આજદિન સુધી થયા નથી. . ઊગી નીકળેલી નફ્ફટ વેલોના કારણે કરંટ લાગવાનો ભય રહેલો છે. જેને દૂર કરવી ઘણી જરૂરી છે.
છોટાઉદેપુર નગરમાં આવેલ કલબ રોડ નિર્મળ સોસાયટી પાસે, દવાખાના પાસે તથા અન્ય જુદી જુદી જગ્યાઓ ઉપર આવેલ લાઈટો ના થાંભલા અને ડીપી ટ્રાન્સફર્મર ઉપર વાયરો સુધી લીલી વેલો ઊગી નીકળેલી જોવા મળે છે. જે વરસાદ વરસતા પાણી ઉતરે તો કરંટ પણ લાગી શકે છે. હાલમાં બે દિવસ પહેલાજ વરસાદી માહોલ સર્જાયો હતો. જાહેર માર્ગ હોય આવતી જતી પ્રજા તથા હવે વેકેશન કુળવાની તૈયારી છે. ત્યારે શાળાના બાળકો કોલેજના યુવાનો મોટી સંખ્યામાં થાંભલા પાસેથી પસાર થાય છે કરંટ લાગે અને કોઈ ઘટના બને તો જવાબદારી કોની એ પ્રશ્ન પ્રજામાં ઉદ્દભવ્યો છે. આ અંગે થાંભલાઓ ઉપર ઊગી નીકળેલી વેલો તંત્ર દ્વારા દૂર કરવામાં આવે એ જરૂરી છે.

નગરમાં આવેલા ડીપી ના વિજપોલ પાસે ગંદકીના ઢગલા દૂર કરવા પણ જરૂરી બન્યા છે. ઘણી જગ્યાએ થાંભલા પાસે બેસાડેલી જાળી પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. જ્યારે સદર જગ્યાએ ઘાસ પણ ઊગી નીકળ્યું છે. થોડા થોડા સમય અંતરે આ ઘાસ દૂર કરવું જરૂરી છે. . ક્લબ રોડ તથા નિર્મળ સોસાયટી તરફ આવેલો વિસ્તાર માં રોડ ઉપર નાના બાળકો સાયકલ લઈને ફરતા હોય છે. તથા આસપાસ ઘણા રમતા પણ હોય છે. જે અંગે ભવિષ્યમાં કોઈ ખરાબ ઘટના ન બને તેમાટે ઉગેલા વેલા, દૂર કરવા, તૂટેલી જાળીઓ ફિટ કરવી અને ઘાસ સાફ કરવું એ ખૂબ જરૂરી બનેલું છે. જે અંગે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે એ ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here