પોક્સોના ગુન્હાના આરોપી તેમજ ભોગ બનનારને અમદાવાદ શહેરના દાસ્તાન સર્કલ પાસેથી પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વૉન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા – ફરતા વોન્ટેડ આરોપીઓને પકડ્યા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૨૦૭૦૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ મુજબના કામનો વોન્ટેડ આરોપી ધર્મેન્દ્રભાઇ વિક્રમભાઇ પટેલ રહે.ધાંધલપુર તા,શહેરા જી.પંચમહાલ તથા ભોગ બનનાર હાલ અમદાવાદ શહેરના દાસ્તાન સર્કલ પાસે એક ફ્લેટમાં પ્લમ્બનુ કામે કરે છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે.ની સર્વેલન્સના માણસો સાથે અમદાવાદ શહેરના દાસ્તાન સર્કલ પાસે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં ભોગ બનનાર તથા એક ઇસમ બાતમી મુજબનો મળી આવતા સદરહુ ઇસમને પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો વિકમભાઇ પટેલ ઉવ.૨૧ રહે.ધાંધલપુર ટીમ્બા ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નો હોવાનું જણાવેલ. જેથી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાર્યવાહી કરવા સારૂ સદરહું આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here