સિદ્ધપુર ચકચારી આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી સહિત કુલ ચાર આરોપીઓને 8.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડતી સિદ્ધપુર પોલીસ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના ચકચારી આંગડિયા લૂંટ કેસ ૧૧ આરોપીઓ આ અગાઉ પકડાઈ ગયેલ તેમજ તેમની પાસેથી 2.62 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો. જયારે આ લૂંટ કેસનો મુખ્ય આરોપીની સઘન શોધખોળ ચાલુ હતી.આ દરમિયાન સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈને ખાનગી રહે બાતમી મળી હતી કે આ લૂંટ કેસનો મુખ્ય આરોપી ઉપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભા કીર્તિસિંહ ચૌહાણ,રહે.મોટા કોઢાસણા,તા. સતલાસણા,જી.મહેસાણાવાળો હાલ સુરત ખાતે છે જે હકીકતના આધારે એક ટીમ બનાવી સુરત ખાતે જઈ આ મુખ્ય આરોપી સહિત સહઆરોપી દેવુસિંહ બાલસિંહ ચૌહાણ,રહે.કુબડા,તા. સતલાસણા,તેમજ ચોરીનો માલ વેચાણ કરનારા દલાલો લાલસિંહ ચેહરસિંહ રાઠોડ,રહે. ભાગપુર દરબાર વાસ,તા. પ્રાતિજ અને નવાજુદ્દીન મયુદ્દીન શેખ,રહે.૫૦૧, દાણી પેલેસ બિલ્ડીંગ, રામપુરા પેટ્રોલ પંપ પાસે, સુરત તેમજ આ ચોરીનો માલ ખરીદ કરનાર વેપારી મેહુલભાઈ વસંતભાઈ જરીવાલા(પટેલ), રહે.લાલ દરવાજા,મહિધપુરા,સુરત વાળાઓ સહિત 4.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.આ ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપીએ લૂંટના રૂપિયામાંથી અંગત વપરાશ માટે ખરીદેલ ટીવી, વોશિંગ મશીન તેમજ ઘરઘંટી તપાસ અર્થે કબજે કરી કુલ 8,53,569/- નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here