શહેરા નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકા તથા નગરની સંયુક્ત કારોબારી બેઠક યોજાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી શહેરા તાલુકા તથા નગરની સંયુક્ત કારોબારી બેઠક ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, શહેરા મતવિસ્તારના પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
આ બેઠકમાં મહાજનસંપર્ક અભિયાન અંગે તેમજ અન્ય વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા થઇ.
આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી ધવલભાઈ દેસાઈ,ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જિલ્લા – તાલુકા – નગરના હોદેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ,તમામ મોરચાના હોદેદારશ્રીઓ,  સરપંચશ્રીઓ તથા સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here