સિદ્ધપુરમાં બ્રાહ્મણ સમાજની અંબાવાડી નવીનીકરણના લાભાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહ તેમજ મહા વિષ્ણુ યાગ ના આયોજન અર્થે પ્રેસ કોંફરન્સ યોજાઈ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુરમાં બ્રાહ્મણ સમાજની અંબાવાડીના નવીનીકરણના લાભાર્થે તેમજ સર્વ પિતૃઓના મોક્ષાર્થે ૧૦૮ પોથી પારાયણનું ભવ્ય આયોજન શ્રી ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડી ખાતે જગત જનની માં અંબાના સાનિધ્યમાં ચાચરચોમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહના કથા વક્તા ભાગવતાચાર્ય શાસ્ત્રી ઉમેશભાઈ ઠાકર (સિદ્ધપુર વાળા) વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવશે. આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાન સપ્તાહ માગશર વદ પાંચમ ને સોમવાર તા.૦૧/૦૧/૨૪ થી માગશર વદ અગિયારસને તા ૦૭/૦૧/૨૪ સુધી દરોજ બપોરે ૦૩ : ૩૦ થી સાંજે ૦૭ : ૩૦ કલાક સુધી યોજાનાર છે.આ પારાયણ માં પ્રથમ દિવસે પોથી યાત્રા,બીજા દીવસે શ્રીસુખદેવજીનું પ્રાગટય, ત્રીજા દિવસે શ્રીવામન અવતાર,ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રી ગોવર્ધન પૂજા તેમજ રાસલીલા, છઠ્ઠા દીવસે શ્રી રૂક્ષમણી વિવાહ,ભગવાનનું મોમેરું, ભગવાનની જાન તેમજ સાતમા દિવસે શ્રીપરીક્ષિત રાજા મોક્ષની કથાના સુંદર વર્ણન સાથે શ્રીમદ્દ ભાગવત પારાયણનું વિરામ કરાશે. તેમજ બીજા દિવસે માગશર વદ બારસ ને સોમવાર તા ૦૮/૦૧/૨૪ ના રોજ હોમાત્મક અગિયાર કુંડી મહા વિષ્ણુયાગ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત કથા તેમજ હોમાત્મક મહા વિષ્ણુ યાગ નિમિત્તે છેલ્લા દિવસે ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત પારાયણમાં વિશાળ સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહે તેમજ ભાવિક ભક્તજનો શ્રીમદ્ ભાગવત કથાજ્ઞાનનું રસપાન કરી શકે તે માટે શ્રીઔ.સ.બ્રાહ્મણ સમાજની વાડીમાં આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા સમાજના પ્રમુખ હિતેશભાઈ પંડ્યાએ આપી હતી તેમજ પત્રકાર મિત્રોને સમગ્ર કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ માં ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા(પાટીલ), ઉપ.પ્રમુખ ભરતભાઈ દવે, મંત્રી રાજુભાઈ પંડ્યા,મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ પ્રકાશબેન દવે, ઉપ.પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર, હર્ષાબેન શુક્લા, માલતીબેન શુક્લા, જ્ઞાતિ ગોર દિનેશભાઈ ગુરૂ તેમજ સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here