સિદ્ધપુરમાંથી ૧.૧૮ લાખના મુદ્દામાલ સાથે પાંચ જુગારીઓ ઝડપાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર માં નવા ટાવર ગણપતિ ચોક,ઘાટ ની બારી પાસેના એક ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા પાંચ જુગારીઓ જુગાર રમતા ૧.૧૮ લાખ ના મુદ્દામાલ સાથે રંગેહાથે ઝડપાઈ જવા પામ્યા છે.
સિદ્ધપુર પીઆઈ પી.એસ.ગૌસ્વામી અને પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી હકીકતના આધારે ટાઉન ના ગણપતિ ચોક,ઘાટની બારી પાસે રહેતા પ્રજાપતિ ઓખા ભાઈ ખાનાજી ના કબજા ભોગવટા વાળા મકાનમાં ગંજી પાનાથી તીનપત્તિનો જુગાર રમાતો હોવાથી ત્યાં રેડ કરતા પ્રજાપતિ ઓખા ભાઈ ખાનાજી, પ્રજાપતિ તગાજી ભોમાજી,રહે. આશાપુરીના મંદિર પાસે છુંવારા ફળી,પ્રજાપતિ ભરત મનજીભાઈ,રહે. ખિલાતરવાડો,પ્રજાપતિ તગાજી ભુતાજી,રહે બદુ પારેખ નો મહાડ મહેતા ઓળ સામે ઘંટીની બાજુમાં તેમજ પ્રજાપતિ ભરત નારાયણભાઈ,રહે.
ખિલાતરવાડા ના નાકે તમામ રહે સિદ્ધપુરવાળા ઓને ઝડપી પાડયા હતા. પોલીસે આ રેડ દરમિયાન આ શકુનીઓને રોકડ ૩૪૦૧૦,મોબાઈલ નં.પ કી.૩૪૦૦૦ તથા મોટર સાઈકલ નંગ.૨ કી.૫૦૦૦૦ મળી કુલ કિંમત ૧,૧૮,૦૧૦ ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here