સિદ્ધપુરના વારાહીના મહાડમાં આવેલા પ્રાચીન હરસિદ્ધ માતાના મૂળ સ્થાનકે પાટોત્સવ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના વારાહીના મહાડમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સિદ્ધરાજ જયસિંહના કુળદેવી તેમજ રાજા વિક્રમાદિત્યની આરાધ્ય દેવી એવા શ્રીહરસિદ્ધિ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે.જ્યાં વિક્રમ સંવત 1690થી પ્રતિવર્ષ આસો વદ ત્રીજના દિવસે મતાજીનો પ્રતી વાર્ષિક પાટોત્સવ યોજાય છે ચાલુ સાલે માતાજીનો પાટોત્સવ આસો વદ ત્રીજને શનીવારના દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવાતો હતો શ્રીહરસિધ્ધ માતાજી દાલભ્ય ગોત્રી ત્રિવેદી પરિવારો ગૌભીલ અને શાંડિલ્ય ગોત્રી ભટ્ટ પરિવારોની કુળદેવી હોઈ માતાજીના પાટોત્સવ નિમિત્તે માતાજીના ભક્તો દૂર-દૂર ગામેગામથી સવારથી દર્શનાર્થીઓ દર્શન કરવા આવ્યા હતા સાંજે ૫ વાગ્યે હોમાત્મક નવચંડીયાઞની પુર્ણાહુતી કરાઇ હતી અત્રે ઉલ્લેખનીય છે કે હરસિધ્ધ માતાજીના ભારતભરમાં ત્રણ મુખ્ય સ્થાનકો આવેલા છે જેમાં સિધ્ધપુર મૂળ સ્થાનક તરીકે પૂજાય છે જ્યાં માતાજીનું પૂર્ણ સ્વરૂપ હોઈ પૂર્ણ શણગાર સાથે બિરાજે છે બીજું સ્થાનક કોયલી ડુંગર પોરબંદર પાસે આવેલું છે જ્યાં માતાજીનું અડધું શરીર છે કહેવાય છે કે શ્રીકૃષ્ણ ભગવાનના કહેવાથી રાક્ષશો અને જગડુશા શેઠના વહાણોનું રક્ષણ કરવા માટે માતાજી ત્યાં સ્થાયી થયા હતા ત્યાર બાદ ત્રીજું સ્થાનક ઉજ્જૈનમાં રાજા વિક્રમાદિત્યની આરાધ્ય દેવી હોય વિક્રમ રાજાએ કોયલી થી નિમંત્રણ આપી ઉજ્જૈન લઈ જઈ ત્યાં મોટું મંદિર બનાવ્યું હતું ત્યાં મંદિરમાં માતાજી નું મુખ છે અને તે પંચની દેવી તરીકે ઓળખાય છે માતાજીના નિજમંદિરે પાટોત્સવ હોય પૂજારી નલીનીબેન દવે તેમજ નિખિલભાઇ ઠાકર દ્વારા સવારથી માતાજીને ષોડશોપચાર પૂજા કરી સોળે શણગાર સજાવ્યા હતા ત્યાર બાદ મહાઆરતી કરી નવચંડી યાગ શરૂ કરાયો હતો નવચંડી યજ્ઞ સિદ્ધપુરના વિદ્વાન આચાર્ય હરેશભાઈ શુક્લ અને તેમની સાથેના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવ્યો હતો યજ્ઞના યજમાન તરીકે અમદાવાદ નિવાસી જનાર્દનભાઈ ચીનુભાઇ ત્રિવેદીએ પરિવાર સાથે ઉપસ્થિત રહી યાગ સંપન્ન કર્યો હતો અમદાવાદ નિવાસી નયનભાઈ ત્રિવેદી ના પરિવાર દ્વારા માતાજીને છપ્પનભોગ ધરાવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here