માલપુર પોલીસ સ્ટેશનના રીંછવાડા ખાતે નોધાયેલ સગરી વયની બાળાને ભગાડી જનાર ઇસમ તથા ભોગબનનારને શામળાજી ખાતેથી ઝડપી પાડતી એલસીબી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ તથા શ્રી સંજય ખરાત, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી,મોડાસા નાઓએ આપેલ સૂચનાઓ મુજબ અરવલ્લી જિલ્લામાં બનેલ ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન/સુચનાઓ આપેલ હતી.
માલપુર પોલીસ સ્ટેશન.ફ. ગુ.ર.નં ૧૧૧૮૮૦૬૨૨૦૦૫૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩, ૩૬૬ ૫૦૪,૫૦૬(૨) તથા પોસ્કો એકટ કલમ.૧૨,૧૭ મુજબ નામદાર ગુજરાત હાઇ કોર્ટ ખાતે ઉપરોકત ગુન્હા કામે હેબીયસ કોપર્સ દાખલ થયેલ હોય અને આ કામે ભોગબનનારને શોધી કાઢવા અતિમહત્વના હોય જે અનુસંધાને ગુન્હાની ગંભરીતાને ધ્યાને લઇ પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લીનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લીનાઓને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતા
જે અનુસંધાને શ્રી,કે.ડી.ગોહીલ,પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસા તથા શ્રી.એસ.કે ચાવડા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.મોડાસાનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લીના સ્ટાફ ના પોલીસ માણસો તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર મોડાસા નાઓની જુદી જુદી ટીમો બનાવી આકામે ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા અતિમહત્વના હોય જેથી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આધારે.
જે અન્વયે અમોને ચોક્કસ બાતમીદારથી બાતમી મળેલ કે,માલપુર પોલીસ સ્ટેશન.ફ. ગુ.ર.નં ૧૧૧૮૮૦૬૨૨૦૦૫૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ ૫૦૪,૫૦૬(૨) તથા પોસ્કો એકટ કલમ ૧૨.૧૭ મુજબના કામનો આરોપી કાન્તીભાઇ ઉર્ફે પીન્ટુ બાબુભાઇ મશુરભાઇ તરાર ઉવ ૨૭ મુળ રહે. રીંછવાડા તા.માલપુર જિ.અરવલ્લીહાલ રહે. રંગપુરા તા.કડી જિ.મહેસાણા નાનો તથા ભોગબનનાર સાથે શામળાજી પુલ નીચે ઉભા હોય ખાતે હોવાની ચોક્કસ બાતમી હોવાથી બાતમી આધારે શામળાજી મુકામે તપાસ કરતા ભોગબનનાર સાથે મળી આવતા બન્ને જણાને મોડાસા એલ.સી.બી.ઓફિસ મુકામે લાવી સદર આરોપી કાન્તીભાઇ ઉર્ફે પીન્ટુ બાબુભાઇ મશુરભાઇ તરાર મુળ રહે.રીંછવાડા તા.માલપુર જિ.અરવલ્લી હાલ રહે.રંગપુરા તા.કડી જિ.મહેસાણાને ગુન્હા સંબધે પુછપરછ કરી આરોપીને ઉપરોકત ગુન્હા કામે સી.આર.પી.સી.કલાક.૪૧(૧)આઇ મુજબ આજરોજ તા.૨૨/૦૬/૨૦૨૩ કલાક.૧૬ /૩૦ વાગે અટક કરી આગળની તપાસ માટે માલપુર પોલીસ સ્ટેશન તરફ મોકલી આપી આગળની તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપી-
કાન્તીભાઇ ઉર્ફે પીન્ટુ બાબુભાઇ મશુરભાઇ તરાર મુળ રહે.રીંછવાડા તા.માલપુર જિ.અરવલ્લી હાલ રહે.રંગપુરા તા.કડી જિ.મહેસાણા
કામ કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
(૧) શ્રી કે.ડી.ગોહિલ,પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોડાસા.
(૨) શ્રી.એમ.ડી.પંચાલ સર્કલ પો.ઈન્સ સી.પી.આઇ કચેરી મોડાસા
(૩) શ્રી એસ.કે.ચાવડા,પોલીસ સબ ઇન્સ. એલ.સી.બી. મોડાસા.
(૪) અ.હે.કો વિષ્ણુભાઇ સાગરભાઇ એલ.સી.બી. મોડાસા.
(૫) અ.હે.કો.કલ્પેશસિંહ કરણસિંહ એલ.સી.બી. મોડાસા.
(૬) અ.હે.કો દીલીપભાઇ થાનાભાઇ એલ.સી.બી. મોડાસા.
(૭) આ.પો.કો.હાર્દિક કુમાર અરવિંદભાઇ એલ.સી.બી. મોડાસા.
(૮) અ.હે.કો સુરેશભાઇ ગલાભાઇ સી.પી.આઇ કચેરી મોડાસા
(૯) અ.હે.કો નિલેષસિંહ પ્રવિણસિંહ સી.પી.આઇ કચેરી મોડાસા
(૧૦) અ.પો.કો.ચેતનસિંહ કુબેરસિંહ સી.પી.આઇ કચેરી મોડાસા

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અરવલ્લી ધ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર પો.સ્ટેના ગુન્હાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા સાપડેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here