શહેરી જન સુખાકારી દિનની ઉજવણી પ્રસંગે સિધ્ધપુર નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂપિયા દોઢ કરોડ મળ્યા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ગુજરાતની રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવા નિમીત્તે સરકાર દ્વારા રોજ યુવાઓ, મહિલાઓ, ખેડૂતો જેવા વિવિધ વર્ગને કલ્યાણકારી યોજનાના લાભો આપવામાં આવી રહ્યા છે. તા. ૮મી ઓગસ્ટ ને રવિવારના રોજ શહેરી જનસુખાકારી દિવસ ઉજવીને શહેરી વિસ્તારોમાં વિકાસ કાર્યોના ખાતમૂર્હુત, લોકાર્પણ અને નગર પાલિકાઓને વિકાસ કાર્યો માટે ચેક વિતરણના કાર્યક્રમો રાજ્યભરમાં યોજાયા તે અનુસંધાને પાટણ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સિધ્ધપુર નગરપાલિકાને નાગરીકોની જનસુવિધાઓ વધારવા તથા દુરસ્ત કરવા રૂપિયા દોઢ કરોડ આપવામાં આવ્યા છે.રાજ્ય સરકાર ના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, અને પાટણ કલેકટર સુપ્રિત સિંહ ગુલાટીના હસ્તે સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય, ઉપપ્રમુખ નારીભાઈ આસનાણી,કારોબારી સમીતી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકર તથા મુખ્ય અધિકારી જીતેન્દ્રભાઈ પટેલને ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સિધ્ધપુર નગરપાલિકા ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here