શહેરા મામલતદારનો સપાટો… સરકારી અનાજના ગોડાઉનમાંથી 3 કરોડ 67લાખ 72 હજાર 900 નો કૌભાંડ ઝડપી પાડ્યો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત તેમજ તપાસણી કરનાર સી.એ ટીમના પ્રતિનિધિ વિજય તેવર એન્ડ કંપની વિશાલ શાહ રહે વડોદરા ,ડોર સ્ટ્રેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર બોલ ટ્રાન્સપોર્ટ વર્તી આરીફ નુરૂલ અમીન શેખ રહે શહેરાનો ફરિયાદમા ઉલ્લેખ કરાયો

શહેરા મામલતદાર મેહુલ ભરવાડ ને આધારભૂત સૂત્રો થકી જાણકારી મળી હતી કે કચેરીની પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો બારોબાર વગે થઈ રહ્યો છે આથી આ બાબતની ઝીણવટભરી નજર રાખી અભ્યાસ હાથ ધર્યો હતો અને શુક્રવારના રોજ તેમની સાથે જિલ્લા મામલતદાર પૂરવઠા દેવળ નાયબ મામલતદાર પૂરવઠા શહેરા સતીષ ને સાથે રાખી બંને અનાજના ગોડાઉનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઘઉંનો બંધ જથ્થો ગણી જોતા ૨૬૫૩૦ બોરીઓ હોવી જોઈએ તેની જગ્યાએ ૧૩૪૦૩ બોરીઓ મળી આવી હતી આમ ૧૩૧૨૭ ઘઉંની બોરીઓ ની ઘટ જોવા મળી હતી તે જ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા ૧૧૬૮૯ ની જગ્યાએ ૧૦૩૯૧ ચોખાની બોરીઓનો જથ્થો હાથ લાગ્યો હતો આમ તેમાં પણ ૧૨૯૮ બોરીઓની ઘટ આવી હતી.એક ઘઉંની બોરીમાં ૫૦ કી. ગ્રા.નો જથ્થો આવે છે તો ૧૩૧૨૭ ઘઉંની બોરીઓના કુલ ૬ લાખ,૫૬ હજાર ૩૫૦ કી. ગ્રા.થાય છે.તે જ રીતે ચોખા ની ૧૨૯૮ બોરીઓમાં ૬૪,૯૦૦ કી. ગ્રા. ચોખા થાય છે.આ મામલે શહેરા મામલતદાર દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા અનાજ માફીઓ તેમજ અન્ય જવાબદાર સરકારી નુમાઈનદાઓ વિરુદ્ધ પોલીસ મથકે પહોંચી ને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં અનાજ કોભાંડ મા 3કરોડ 67લાખ 72હજાર 900ની છેતરપિંડી સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવા સાથે ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર કનૈયાલાલ રોત તેમજ તપાસની કરનાર સી.એ ટીમના પ્રતિનિધિ વિજય તેવર એન્ડ કંપની વિશાલ શાહ રહે વડોદરા ,ડોર સ્ટ્રેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર બોલ ટ્રાન્સપોર્ટ વર્તી આરીફ નુરૂલ અમીન શેખ રહે શહેરા નો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.આ અનાજ કોભાંડમા મોટા માથાઓના નામ પણ આવી શકે તેવી શક્યતા રહેલી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here