શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે પુજીબેન ચારણ,ઉપ પ્રમુખ પદે સુમિત્રાબેન બારિયાની વરણી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાની શહેરા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પુરી થતા બીજી ટર્મ માટે ચુટણી યોજાઈ હતી.જેમા શહેરા તાલુકા પંચાયતનો તાજ મહિલાઓએ સભાળ્યો હતો.જેમા પ્રમુખ તરીકે પુજીબેન ચારણ અને ઉપ પ્રમુખ તરીકે સુમિત્રાબેન બારિયાની નિમણુક કરવામા આવી હતી.સાથે સાથે અન્ય હોદ્દાઓની પણ વરણી કરવામા આવી હતી.તમામ હોદ્દાઓની બિનહરીફ હરીફ વરણી કરવામા આવી હતી.

શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ,દંડક, બિન હરીફ વરણી કરવામાં આવી,જેમાં શહેરા નગરના પ્રભારી રાકેશભાઈ વ્યાસ પાર્ટીનું મેન્ડેટ લઈને આવ્યા હતા, અન્ય હોદાઓમાં કારોબારી અધ્યક્ષ શ્રીમતી રેખાબેન માલીવાડ, દંડક શ્રીમતી કપિલાબેન બારીયા, નિયુક્તિ કરવામાં આવી હતી,જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ પાઠક, શહેરા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, મહામંત્રીઓ સંજય કુમાર બારીયા, રમણભાઈ રાઠોડ,સહિતના આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here