માલપુર રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીના બંધ મકાનમાં સરસામાન સહિત કિ.રૂ.૧,૦૫,૬૫૦/- ની ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા શહેરના ટાઉન પોલીસ સ્ટેશનના માલપુર રોડ ઉપર આવેલ શ્રીનાથ સોસાયટીના બંધ ઘરના પાછળના ભાગે આવેલ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની અંદર મુકેલ સરસામાન કિ.રૂ.૧,૦૫,૬૫૦/- ની ઘરફોડ ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં મોડાસા ટાઉન પોલીસને મળેલ સફળતા.

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી શૈફાલી
બારવાલ સાહેબ પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી
મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાં તથા મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન વધી રહેલા ચોરીના
ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા તથા શહેરમાં સખ્ત પેટ્રોલીગ રાખવા સુચના કરેલ. ગઇ તા તા.૨૫/૦૭/૨૦૨૩ ના ક.૧૦/૦૦ થી તા.૦૫/૦૯/૨૦૨૩ ના ક.૧૬/૦૦ સુધીના સમયગાળા દરમ્યાનમાં કોઇપણ સમયે મોજે શ્રીનાથ સોસાયટી મોડાસા,માલપુર રોડ મોડાસા ખાતે આ કામના કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના બંધ ઘરના પાછળના ભાગે આવેલ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની અંદર મુકેલ સરસામાન LG વોશીંગ મશીન,HITACHIએ.સી,VGUARD ગીઝર,HAVELLS સીલીંગ પંખા,1 HP મોટર,SONI મ્યુઝીક સીસ્ટમ,HP ગેસ બોટલો,JEVISI હેન્ડી કેમેરા મુવી,ગાદલા,જુના ઓશીકા,બર્નરવાળી ગેસની સગડી,ડબલ બેડ ગાદલું ,ઘર વપરાશના સ્ટીલ/એલ્યુમિનીયમ/કાચના વાસણો,નળના બ્રાસ,દિવાલ ઘડીયાળ,કપડાં ધોવાનું બાસકેટ,PHILIPS રેડીયો,BUS કમ્પનીનો રેડીયો, SANYO ટેપ રેકોર્ડર વોલ પીસ લાઇટવાળા,મોટુ ખાલી પર્સ,કારપેટ CELLO ખુરશીઓ,MAHARAJA જ્યુસર,NATIONAL મિક્ષર મશીન તથા અન્ય પરચુરણ સરસામાન તેમજ બાળકોના ઇલેકટ્રીક રમકડાં મળી કુલ કિંમત રૂ.૧,૦૫,૬૫૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલાની ફરીયાદ અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નંબર-૧૧૧૮૮૦૦૯૨૩૦૬૦૧/૨૦૨૩ ઇ.પી.કો
કલમ.૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ઘરફોડ ચોરીનો અનડીટેક ગુન્હો ત્વરીત શોધી કાઢવા
શ્રી.ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનાઓને ઉપરી અધિકારીશ્રી નાઓએ જરૂરી સુચના
અને માર્ગદર્શન આપેલ જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પોલીસ કર્મચારીઓની અલગ-
અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાની વીઝીટ કરી ચોરી કરનાર ઇસમોની ખાનગી અંગત બાતમીદારો મારફતે
હકીકત મેળવતાં આ ચોરી કરનાર ઇસમો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વોદયનગર ડુંગરીમાં વિસ્તારમાં
ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ ગાડી નંબર GJ-01-KN-2645 માં શંકાસ્પદ રીતે મોડાસા સર્વોદયનગર ડુંગરીમાં ફરતા
હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે સર્વોદયનગર ડુંગરીમાં ખાડા વિસ્તારમાંથી સ્વીફ્ટ ગાડીમાં ચોરી કરેલ
એ.સી લઇને મોડાસા બજાર તરફ વેચવા જવાના હોવાની બાતમી મળેલ જે હકીકત આધારે વોચ તપાસમાં હતા તે
દરમ્યાનમાં સ્વીફ્ટ ગાડી નંબર GJ-01-KN-2645 ની આવતા સ્વીફ્ટ ગાડીને ઉભી રખાવતા ગાડીની અંદર ચાર
ઇસમો બેઠેલ હોય જે ગાડીની તલાસી લેતાં સદર ગાડીની ડેકીમાં રાખેલ એ.સી રાખેલ હોય જે બાબતે પૂછપરછ
કરતા કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોય સદરી ઇસમોને પકડી લઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી આ ચોરી
બાબતે પુછપરછ કરતાં પોતે દશામાના વ્રતના છેલ્લા દિવસે શ્રીનાથ સોસાયટીના બંધ ઘરના પાછળના ભાગે
આવેલ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરની અંદર મુકેલ સરસામાન ચોરી કરેલો જે સરસામાન
પ્રિતેશકુમાર ધમેન્દ્રભાઇ ભગોરાના મકાનમાં મુકેલાનુ જણાવતા સદરી ઇસમોને સાથે રાખી ઘરની જડતી તપાસ
કરતાં ઉપરોકત ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવેલ અને આ ચોરી કરનાર ઇસમો એકબીજાની મદદગારી કરી
બંધ મકાનમાં દરવાજાનુ તાળું તોડી અંદર પ્રવેશી ચોરી કરેલાનું જણાવતા હોય જેથી સદર ગુન્હાના કામે
આરોપીઓની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી. આમ ઘરફોડ ચોરીના ગુન્હાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી
નાખવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે.
આરોપીઓના નામ સરનામાઃ-
આરોપી–(૧) ધર્મેશનાથ ભેરૂનાથ પરથીનાથ મદારી રહે. સર્વોદયનગર ડુંગરી ખાડા વિસ્તાર મોડાસા
તા મોડાસા જી અરવલ્લી
(૨) પ્રિતેશકુમાર મહેન્દ્રભાઇ ભગોરા રહે.નાના કંથારીયા પોસ્ટ-લુસડીયા તા.ભિલોડા
હાલ રહે ૪ એ હરી સિધ્ધ સોસાયટી માલપુર રોડ મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી-
(૧) શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૨) શ્રી એમ.ડી.પંચાલ I/C પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૩) શ્રી વી.વી પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૪) શ્રી બી.કે.ભુનાતર પોલીસ સબ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૫) આ.હે.કો જીતેન્દ્રસિંહ કનુસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૬) અ.હે.કો સંજયકુમાર અમૃતભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૭) અ.હે.કો મોહસીનખાન રહીશખાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૮) પો.કો કરણસિંહ મહેન્દ્રસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૯) પો.કો કૃષ્ણસિંહ મોજુદાન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૧૦) પો.કો અશ્વિનભાઇ કાન્તિભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૧૧) પો.કો અતુલકુમાર ઘેલાભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૧૨) પો.કો જયદિપસિંહ પ્રવિણસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.
(૧૩) પો.કો રમણભાઇ ખેમાભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here