રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ પદે ભાજપાના ધર્મિષ્ઠાબેન પટેલ ઉપપ્રમુખ પદે ગીરીરાજ ખેર વિજેતા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નગરપાલિકા ના પ્રમુખની ચૂંટણીમાં રોસ્ટર અનામત પ્રથાનો ઉલ્લંઘન થતો હોવાનો વિપક્ષનો આરોપ

રોસ્ટર મુજબ પ્રમુખ ની બેઠક એસ. સી. વર્ગ ની હોવાનો સદસ્યો એ જણાવી વોક આઉટ કરતાં તપાસનો વિષય બન્યો

કોંગ્રેસ સહિત અપક્ષના 9 સદસ્યોએ ચાલુ સભામાંથી બહાર નીકળી વોકઆઉટ કર્યું-3 સભ્યો ગેરહાજર

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ એક માત્ર રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ ની અઢી વર્ષની મતદાન પૂર્ણ થતા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટણી હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ પદે ભાજપા ના મહિલા ઉમેદવાર ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે ભાજપાના ગીરીરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર વિજેતા નીવળ્યા હતા.

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલને અઢી વર્ષની પ્રથમ ક્રમની મુદ્દત પૂર્ણ થતા તેમજ ઉપપ્રમુખ ની પણ બધા પૂર્ણ થતા આજનો અધિકાર પાલિકાના સભાખંડમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની બેઠક મળી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

રાજપીપળા ના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રાજપીપળા નગરપાલિકાના સભાખંડમાં મળેલ સદસ્યોની બેઠકમાં બેઠક શરૂ થતા જ હંગામો મચ્યો હતો નગરપાલિકાના સદસ્ય સુરેશભાઈ માધુભાઈ વસાવાએ રાજ્ય સરકાર ના રોસ્ટર ના નિયમો નું નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી કરવામાં રોસ્ટર પ્રથાનો અમલ ન થતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો . અને રાજપીપલા નગરપાલિકાના પ્રવર્તમાન બોર્ડમાં અઢી વર્ષની બીજી ટર્મ માટે એસ.સી. ઉમેદવાર માટેની આ અનામત બેઠક હોવાનું તેઓએ પ્રાંત અધિકારીને જણાવ્યું હતું જો કે પ્રાંત અધિકારીએ આ મુદ્દે એજન્ડામાં એ વાત ન હોય તેની ચર્ચા ન કરવા અને નર્મદા કલેક્ટર ની સૂચનાથી સમગ્ર બેઠકનું સંચાલન થતું હોવાનું જણાવતા કોંગ્રેસ સહિત વિપક્ષના તેમજ અપક્ષ ના સભ્યો મળી કુલ 9 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા માથી વોક આઉટ કર્યું હતું.

ભાજપાના 16 સદસ્યો હાજર રહ્યા હતા જેમાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલના નામની દરખાસ્ત રજૂ થતાં અને તેમની સામે કોઈ પણ ઉમેદવાર ન હોય તેઓની દરખાસ્તને સમર્થન અને ટેકો મળતા તેઓ પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર ના નામની દરખાસ્ત આવતા તેઓ પણ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

રાજપીપળા નગરપાલિકાના કુલ 28 સદસ્યો પૈકી આજરોજ પ્રમુખની ચૂંટણી ટાણે 25 સદસ્યો હાજર રહ્યા હતા અને ત્રણ સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેમાં નિલેશભાઈ અટોદરિયા, મીનાક્ષીબેન આટોદરિયા અને સાબેરાબેન નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here