શહેરા તાલુકાના છોગાળા ગામ પાસે પાનમ ડેમના પટમાંથી ગેરકાયદેસર સફેદ પથ્થરોનું ખનન કરતા 3 ટ્રક અને 2 જે.સી.બી. મશીન કબ્જે કરતું ખાણ ખનીજ વિભાગ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ખાણ ખનીજ વિભાગ અને શહેરા વનવિભાગની સંયુક્ત કામગીરી બાદ અંદાજિત 70 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો

જોકે આટલા મોટા કિંમતના જથ્થાની જપ્તી બાદ ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા.

ગેરકાયદેસર સફેદ પથ્થરોના ખનન માટેનું સ્વર્ગ એટલે શહેરા તાલુકો, સરકારી ચોપડે બંધ બોલતી સફેદ પથ્થરોની લીઝો અને સૌથી વધુ માત્રામાં ચોરી પણ શહેરા તાલુકામાં થતી હોવાની બૂમો ભૂતકાળમાં ઉઠવા પામી છે, જોકે દરેક વખતે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો સર્જાતા હોય છે, એ જ પ્રકારે ગુરૂવારના રોજ શહેરા તાલુકાના છોગાળા ગામે આવેલા પાનમ જળાશયના પટમાંથી 2 જે.સી.બી. મશીનો દ્વારા સફેદ પથ્થર ખોદવાનું ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું,અને તેની સાથે 3 ટ્રકો પણ ત્યાં ઉભી હતી,જેમાં સફેદ પથ્થરોભરવાનું ચાલુ હતું,જે અંગેની ખાનગી માહિતી ગોધરા ખાણ ખનીજ વિભાગનસ અધિકારીને મળતા અને સ્થળની ચોકસાઈ માલુમ ન પડતા શહેરા વનવિભાગના આર.એફ.ઓ. આર.વી.પટેલ તેમજ તેમની ટુકડી પણ ઓપરેશનમાં જોડાઈ હતી,જેમાં બાતમીવાળા સ્થળ પર પહોંચીને જોતા ત્યાં ગેરકાયદેસર રીતે સફેદ પથ્થરોનું ખનન થઈ રહ્યું હતું આથી ખાણ ખનીજ અને વનવિભાગનસ કર્મચારીઓએ પુરા સ્થળેનર ઘેરી લઈ શહેરા પોલીસને બનાવની પણ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને સ્થળ પર ઉભેલા જે.સી.બી. તેમજ ટ્રકનસ માલિકોને ખનન બાબતનું પૂછતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, આથી ખાણ ખનીજ વિભાગના અધિકારીએ 3 ટ્રકો અને 2 જે.સી.બી. મશીને કબ્જે લઈ 70 લાખ જેટલો મુદ્દામાલ શહેરા તાલુકા સેવા સદન ખાતે લઈ આવી સિઝ કર્યો હતો. નોંધનીય છેકે શહેરા તાલુકામાં લગભગ લીઝો બંધ હાલતમાં છે કોઈ પણ જગ્યાએ પાસ પરમીટ ઈસ્યુ થતાં નથી મહીસાગર જિલ્લામાંથી સફેદ પથ્થરો ભરી લાવી પાસ અહીંયાથી ઈસ્યુ કરવામાં આવતા હોય છે અને આ પ્રકારની લાલીયાવાડીથી ખાણ ખનીજ વિભાગ બરાબર જાણકાર હોવા છતાં તેઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે જેના કારણે સરકારને વર્ષે દહાડે લાખો રૂપિયાનું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવે છે. જોકે ગુરુવારના રોજ થયેલી કાર્યવાહીથી સફેદ પથ્થરોના સનમના હાથમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here