ઇતિહાસ કોઈ પણ બનાવશે પરંતુ અજય રેકોર્ડ બનાવવો તમારો ઇતિહાસ હશે…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

દ્રઢ સંકલ્પ અને મજબૂત આત્મવિશ્વાસ થકી દરેક અશક્ય કાર્યો ને શક્ય કરી શકાય છે એવું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડતો રાજકોટ જિલ્લાના ધોરાજી નો નવયુવાન હર્ષ રાજ સિંહ ગોહિલ

ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે કોમ્પ્યુટર શિક્ષક જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે,

એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે

જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી પોતાના કૌશલ્યથી પ્રમાણપત્ર અને મેડલ પણ મેળવ્યાં છે.

22 વર્ષની ઉંમરે સિદ્ધિ હાંસલ કરી આપણા ભારતના રાષ્ટ્રીય શાયર-કવિ એવા ઝવેરચંદ મેઘાણીની પંક્તિ યાદ આવે છે

કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એવી જ રીતે આ 22 વર્ષના વિદ્યાર્થીએ મન માં મજબૂત મનોબળ નક્કી કરી લીધું હતું.

લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને જ્યારે વજન વધવાની ફરિયાદ હતી ત્યારે આ વિદ્યાર્થીએ છ માસની અંદર જ પોતાનું 33 કિલો વજન ઘટાડી દીધું છે
અને સાથે જ તેમના વજન વધવાને કારણે દોરડા કૂદવા માટે પણ મહેનત ચાલુ કરી અને આજે આ મહેનતને કારણે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર અને મેડલ પ્રાપ્ત થયાં છે. ત્યારે તેમના પરિવારમાં તેમજ ધોરાજી ના નગરજનો મા ખુશીનો માહોલ જોવા મળેલ

શરૂઆતમાં 2 મિનિટ સુધી દોરડા કૂદી શકતો યુવાન હર્ષરાજસિંહે જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યાઓ સામે આવી છે. આ સમયે મેં સતત કસરત કરી 6 મહિનામાં 33 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. આજે એક વર્ષથી આ વજન જાળવી રાખ્યું છે.
વજન ઓછું થતાં દોરડા કૂદવાની શરૂઆત કરવામાં આવી, જે શરૂઆતના સમયે 2 મિનિટ કૂદી શકાતા હતા, પરંતુ રોજબરોજ પ્રેક્ટિસ કરતાં આજે સતત 27 મિનિટમાં 3200 દોરડા કૂદી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે

આ માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોઇપણ દવા કે સર્જરી વગર આ યુવાને પોતાનું વજન ઘટાડી સમાજને અલગ જ પ્રેરણા પૂરી પાડી છે. વળી માતા શ્રીમતી પ્રકાશ બા (એ ઝેડ કનેરીયા સકૂલ) માં હાલ શિક્ષિકા તરીકે સેવા આપે છે.

શરૂઆતમાં 2 મિનિટ જ દોરડા કૂદી શકતો. પરિવાર અને ધોરાજી ના નગરજનો આજે ગૌરવની લાગણી અનુભવે છે

હર્ષરાજસિંહની આવી સખત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમનાં માતા-પિતા અને સમગ્ર પરિવાર તેમજ સમાજ ધોરાજી ના નગરજનોપણ તેની મહેનત અને મળેલા સન્માન પ્રત્યે ખૂબ ગૌરવ અનુભવી રહ્યાં છે

આ તકે તેમના પિતા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતુંનકે મારા પુત્રએ જે રીતે સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે આવું પરિણામ મેળવ્યું છે એ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ તકે ધોરાજી ના વિવેકાનદ પરિવાર ના સર્વેસર્વા રાજુભાઈ એરંડા, ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના મીડીયા કન્વીનર રીયાઝ ભીમાણી તેમજ ઠાકર સાહેબ, નોબલ ઈનસયુટીટ ના વી પી ત્રીવેદી, માજી નગર સેવક રીયાઝભાઈ દાદાણી કૌશલ સોલંકી, સાહેબ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ બગડા સહિત ના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here