શહેરા તાલુકાના શેખપુરના જોધપુર ગામે ખેતરમાં ઉગાડેલ ૬૫.૯૭ કિલોગ્રામ લીલા ગાંજાના છોડ સાથે વાવેતર કરનાર એક ખેડૂતની ધરપકડ કરતી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ.

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના શેખપુર ગામ નજીક આવેલ જોધપુર ગામના કટારા ફળિયામાં રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટે પોતાના ભોગવટાના મકાન નજીક આવેલ ખેતરમાં મકાઈના ઉભા પાકમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની બાતમી જિલ્લા એસ.ઓ.જી. પોલીસને મળી હતી,તે બાતમી આધારે જિલ્લા એસ.ઓ.જી. પોલીસની ટીમે જોધપુર ગામના રમેશ ખાંટના ખેતરમાં એકાએક તપાસ હાથ ધરતા રમેશ ખાંટે પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે ખેતરમાં કરેલ મકાઈના ઉભા પાકની વચ્ચે ત્રણ અલગ અલગ જગ્યાએ ૩૫ જેટલા લીલા ગાંજાના છોડ ઉગાડેલ મળી આવ્યા હતા,જેથી એસ.ઓ.જી. પોલીસે લીલા ગાંજાના ૩૫ જેટલા છોડને કબ્જે લઈ તેનું વજન કરતા ૬૫.૯૭ કિલોગ્રામ માલુમ પડ્યું હતું, જેને લઈને અંદાજે રૂ.૬,૫૯,૭૦૦ કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે પોલીસે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત રમેશભાઈ અમલાભાઈ ખાંટની ધરપકડ કરી શહેરા પોલીસ મથકે લાવી તેની સામે NDPS એકટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here