શહેરા : ખાંડીયા ગ્રામ પંચાયતની ચુટણી માટે નર્મદાબેન પરમારે પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યૂ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં સરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકોને લઈને શહેરા ખાતે ઉમટી પડ્યા હતા. શહેરા સેવાસદન તેમજ તાલુકા પંચાયત ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. આજે અંતિમ દિવસે પણ શહેરા નગરમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. શહેરા તાલુકાની ખાંડીયા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે.ગ્રામીણ વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે ખાંડીયા ગ્રામ પંચાયતની સીટ મહિલા સરપંચ પદનીહોવાથી ઉમેદવાર તરીકે નર્મદાબેન રાજેન્દ્ર કુમાર પરમાર પોતાની દાવેદારી પણ નોંધાવી છે. શનિવારના રોજ ખાંડીયા ખાતેથી ડીજેના તાલ સાથે નર્મદાબેન તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ શહેરા ખાતે આવેલી કચેરીઓએ ભર્યું હતું. તેમની સાથે તેમના પતિ લાલાભાઇ પણ હાજર રહ્યા હતા સાથે સાથે મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પ્રચારનો રંગ જામશે છે.પરંતુ ખાંડીયા ગ્રામ પંચાયત ખાંડિયા ગામના ગ્રામજનો કોને વિજેતા બનાવે છે. તો પરિણામના દિવસે ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here