કાલોલ તાલુકાની શાળા અને પ્રા.શાળામાં વિધાર્થીઓ દ્વારા રક્ષાબધંનની ઉજવણી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની ધી એમ જી એસ હાઈસ્કૂલ ખાતે ધો ૧૧ અને ૧૨ ના વિજ્ઞાન પ્રવાહ ના વિધાર્થીઓ એ રક્ષાબંધન ની ઉજવણી કરી હતી તેમજ કાલોલ તાલુકામાં આવેલ જોડિયાકુવા પ્રા શાળામાં શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ ભાઈ બહેનનો અતૂટ પ્રેમ સંબંધ એટલે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
રક્ષાબંધન માત્ર ભાઈ – બહેનના નિર્મળ પ્રેમ પ્રતિક રૂપ તહેવાર જ નથી, પરંતુ આ પરંપરા સંસારના સમસ્ત જીવોને નિ:સ્વાર્થ પ્રેમ આધારિત સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત આપે છે. સમગ્ર સંસાર અત્યારે ભય, ચિંતા, હતાશાના વાદળોથી ઘેરાયેલો છે, ત્યારે માત્ર નિર્મળ સ્નેહ જ માનવ ચેતનાના બુઝાઈ રહેલા જીવનદીપ માં નવા પ્રાણ પુરી શકે તે હેતુસર શાળાના શિક્ષકો ભારતી બેન અને જગદીશભાઈ ના આયોજન હેઠળ યોજી ને શાળાની છોકરીઓ એ તમામ છોકરાઓને રાખડી બાંધી ને આર્શીવાદ આપ્યા હતા સાથે સાથે શાળાના શિક્ષક ભાઈઓને શિક્ષિકા બહેનો એ રાખડી બાંધી હતી.બાળકો ને રક્ષાબંધન ના તહેવાર ની વિસ્તૃત સમજ આપી હતી .આ પ્રસંગે મધ્યાહન ભોજન ના કર્મચારીઓ પણ હાજર રહીને શાળાના બંને શિક્ષકો ને રાખડી બાધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here