શહેરામા બી.ઓ.બી બેન્કની બહાર માનવભક્ષી એવા કોરોનાને ખુલ્લું નિમંત્રણ…

શહેરા(પંચમહાલ), તા.17/07/2020
ઇમરાન પઠાણ

શહેરા નગર ખાતે આવેલ બેંક ઓફ બરોડાની બહાર રૂપિયા ઉપાડવા માટે આવતા લોકોની ભીડને લઈને સભ્ય નાગરિકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહયા છે, કોરોનના પ્રકોપને લઈને આજે સમગ્ર વિશ્વ ચિંતામા ગરકાવ થયું છે ત્યારે આવા કપરા સમયમાં પણ સામાજિક અંતરની અવગણના કરી શહેરા બી.ઓ.બી બેન્કના બહાર ખાતેદારોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ના હોવા છતા સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેના કારણે બેન્કોની બહાર ભીડ ભાડવાળા દ્રશ્યને જોતા કોરોનાનું સંક્રમણ વધે તો નવાઈ નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here