શહેરા નગરમાં 16 વર્ષીય છોકરી અને તાલુકાના ધમાઈ ખાતે એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા આરોગ્ય વિભાગે જરૂરી કાર્યવાહી હાથધરી..

કોરોનાના બે દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ.

કોરોનાની સંખ્યા સતત વધતી જતી લઈને પ્રજાજનોમાં ફફડાટ.

શહેરા(પંચમહાલ), તા.17/07/2020
ઇમરાન પઠાણ

શહેરા નગર અને તાલુકામાં કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. ગુરૂવારની રાત્રિએ બે કોરોનાના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થઇ ગયું હતુ.જ્યારે નગર વિસ્તારમાં પ્રથમ કોરોનાનો પોઝિટિવ કેસ 16 વર્ષીય છોકરીનો આવ્યો હતો.અને બીજો કોરોનાનો કેસ તાલુકાના ધમાઇ ખાતે રહેતા અને વડોદરામાં પ્રાઇવેટ કોલસેન્ટરમાં નોકરી કરતા મનોજ પટેલનો આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા બન્ને કોરોના દર્દીના ત્યાં તેમના ઘરના વ્યક્તિઓના સેમ્પલ લેવા સાથેની અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. નગર પાલિકા દ્વારા નગર વિસ્તારમાં પ્રથમ કોરાનાનો પોઝિટિવ કેસ નોંધાતા દર્દીના ઘરે અને તેના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા સાથેની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તાલુકામાં કોરોનાનો પગપેસરો ધીમે ધીમે વધી રહયો છે.બીજી તરફ બજારોમા ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળવા સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહયુ નથી. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા કરિયાણાં સહિતની દુકાનનો સમયમાં ફેરફાર કરીને સવારના 8 થી 4 નો કરી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નગર અને તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેને લઈને પ્રજાજનોમાં ફફડાટ પણ ધીમે ધીમે ફેલાવા માંડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here