શહેરા નગરમાં કોરોનાના સૌપ્રથમ કેસની એન્ટ્રી થતા શહેરાના વહેપારીઓ દ્વારા આગામી સોમવારથી ગુરુવાર સુધી ચાર દિવસ સ્વૈચ્છીક રીતે ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય…

પ્રાંત, મામલતદાર, પી.એસ. આઈ. નગરપાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં વહેપારીઓ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય.

શહેરા(પંચમહાલ), તા.17/07/2020
ઇમરાન પઠાણ

ગુરુવારના રોજ શહેરા નગરમાં સૌપ્રથમ ૧૬ વર્ષીય કિશોરી કોરોના સંક્રમિત થતા નગરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. તંત્ર દ્વારા આ વિસ્તારમાં દવા છંટકાવ ઉપરાંત સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે કોરોના સંક્રમણ આગળ વધતું અટકાવવાના ભાગરૂપે શહેરાના વહેપારીઓ દ્વારા શુક્રવારના રોજ સ્વૈચ્છીક રીતે લોકોની સુખાકારીને ધ્યાને લઈ તેઓ દ્વારા સોમવાર થી ગુરુવાર એમ ચાર(4) દિવસ પોતાના ધંધા રોજગારથી અળગા રહી સમગ્ર નગરમાં બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેઓની પહેલને પ્રાંત અધિકારી શ્રી જય બારોટે આવકારી હતી અને રવિવારના રોજ તેઓ દ્વારા વહેપારીઓને ગુમાસ્તા ધારામાંથી છુટ્ટી આપી હતી.

જોવું રહ્યું કે ગોધરા તેમજ લુણાવાડામાં તાજેતરમાં જ આ રીતે પ્રશાસન સામે વહેપારીઓ એ સ્વૈચ્છીક ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી હતી જે ફારસરૂપ સાબિત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here