અરવલ્લીના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો… ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતીને મળી રહ્યો છે વેગ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે : ખેડૂત

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ સફળતા મેળવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલ ૧૧૦૦ કચ્છી કેરીના આંબા પ્રાકૃતિક ખેતીથી વાવ્યા છે. જેઓ ૧૧ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને કેરીની સીઝનમા મબલખ પાક મેળવે છે અને રાજ્ય સરકારથી પ્રોત્સાહન મળી રહ્યું છે તમનો આભાર માને છે.
જીતેન્દ્રભાઈ જણાવે છે કે,ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરીને આંબાનું વાવેતર કર્યું છે જેનું ૧૧ વર્ષથી કેરીનો પાક લે છે.અને જિલ્લા અને રાજ્યમાં અનેક જગ્યાએ કેરી પોહચે છે. ખેતરમાં પ્રાકૃતિક જીવામૃત અમે જાતે તૈયાર કરીએ છીએ. જીવામૃત એ રીતે ખેતરની ફળદ્રુપતા વધારે છે.ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે.ખેતરમાં કામ કરવા આવતા ૧૫-૨૦ લોકોને રોજગારી પણ આપી રહ્યા છે.

આમ અરવલ્લી જિલ્લાના ખેડૂતો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારના પ્રોત્સાહનથી પ્રાકૃતિક ખેતી કરીને મબલખ પાક સાથે પર્યાવરણને પણ ઉપયોગી બની રહ્યા છે અને કુદરતે આપેલું કુદરતને આપીને કુદરતી ચક્રને સાચવવાનો ફાળો આપી રહ્યા છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેના માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here