રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા હાલોલ ખાતેથી તાલુકા કક્ષાના રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો…

હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે દેશના તમામ નાગરિકોને સુરક્ષિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા કોરોના રસીકરણના મહાઅભિયાનનું આહવાન કરવામાં આવ્યું હતું, જેને લઇને સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં વેક્સિનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો,ત્યારે જિલ્લાના હાલોલ ખાતે આવેલ વી.એમ.હાઇસ્કુલ ખાતેથી આજરોજ તાલુકા કક્ષાના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, રાજયકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા હાલોલ તાલુકાનાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, વી.એમ હાઇસ્કુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ રસીકરણને લગતી પાંચ મિનિટ ની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી, બાદમાં મંત્રીશ્રી દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું, વેક્સિન લેવાપાત્ર લાભાર્થીઓને વેક્સિન આપ્યા બાદ આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, હાલોલ તાલુકામાં આવેલા ૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ તેમાં સમાવિષ્ટ ૪૩ જેટલા સબસેન્ટરમાં વેક્સિન લેવાપાત્ર વ્યક્તિઓની સંખ્યા ૧,૫૨,૦૯૯ છે, જે પૈકી ૨૮૮૪૯ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે,જ્યારે બાકી રહેતાં ૧,૨૩,૨૫૦ વ્યક્તિઓને રસીકરણ મહા અભિયાન હેઠળ આવરી લઈ કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે.હાલોલ તાલુકા કક્ષાના રસીકરણ મહા અભિયાન પ્રારંભ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી રાઠોડ, હાલોલ નગરપાલિકા પ્રમુખશ્રી વિભાક્ષી બેન દેસાઈ, પાલિકા ચીફઓફિસરશ્રી વિરાજ શાહ, હાલોલ પ્રાંત અધિકારીશ્રી એ કે ગૌતમ, હાલોલ મામલતદારશ્રી કટારા, જિલ્લા મેડિકલ ઓફીસરશ્રી ડો બી કે પટેલ, હાલોલ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી નયન જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here