રાજપીપળા પાસેના પાટણા ગામે પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પુત્રે પિતા પાસે પૈસા માંગતા બન્ને વચ્ચે ઝધડો થતાં પિતા એ પુત્ર ની છાતી મા મુક્કા મારતાં પુત્ર નુ મોત

પત્નિ એ પતિદેવ સામે પુત્ર ની હત્યા ના મામલે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજપીપળા થી દશેક કી.મી. ના અંતરે આવેલ પાટણા ગામ ખાતે પિતા પાસે પોતાના સગા દિકરા એ પૈસા માંગતા પિતા એ પોતાના પુત્ર ને મોતને ઘાટ ઉતારી દેતા આ મામલો સમગ્ર વિસ્તાર ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

બનાવ ની વાત કરીએ તો પાટણા ગામ ખાતે રહેતા જયેશભાઈ મુળજીભાઈ રાવ પાસે તેના દિકરા મંથન ઉર્ફે પુનમે વાપરવા માટે રુપિયા ની માગણી કરી હતી જેથી તે ના પિતા એ તેને રુપિયા આપવાની ધરાર ના પાડી દેતા પિતા અને પુત્ર વચ્ચે ઝધડો અને બોલાચાલી થતા આવેશ મા અને ગુસ્સા માં આવી પિતા એ પોતાના પુત્ર ની છાતી મા મુક્કા મારતાં પુત્ર ગંભીર રીતે બેભાન અવસ્થામાં ગરકાવ થયો હતો જેને સારવાર અર્થે રાજપીપળા ખાતે ના દવાખાનામાં દાખલ કરવામાં આવેલ જયાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ મામલે મૃતક મંથન ઉર્ફે પુનમ ની માતા એ પોતાના પતિદેવ જયેશભાઈ મુળજીભાઈ રાવ સામે પોતાના પુત્ર ની હત્યા કર્યા ની ફરિયાદ નોંધાવતા આમલેથા પોલીસે હત્યા નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here