નર્મદા જીલ્લાના ડૉક્ટરો તા 18 મી જૂનના રોજ ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના આદેશના પગલે દેખાવો યોજસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ડૉક્ટરો કાળા માસ્ક , કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટર સહિત જીલ્લા પોલીસ વડા ને આવેદનપત્ર આપસે

સેવ ધ સેવિયર્સ ” ના કાર્યક્રમ હેઠળ રાજપીપળા ના ડૉક્ટરો એ વર્ચ્યુઅલ ઝુમ મિટીંગ નુ આયોજન કરી કાર્યક્રમ નડી કાઢ્યો

રાજય સહિત સમગ્ર દેશમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડૉક્ટરો , નર્સો , પેરામેડિકલ સ્ટાફ સહિત ના ઓ ઉપર અવારનવાર થતા હુમલા તેમજ ખરાબ વર્તન નો સમગ્ર દેશમાં ડૉક્ટરો સહિત બુધ્ધિજીવી ઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહયું છે ત્યારે ઓલ ઈન્ડીયા મેડીકલ એસોસિએશને તા 18 મી જુન ના રોજ દેશ ના તમામ જીલ્લાઓ મા વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હોય ને રાજપીપળા ખાતે ના મેડીકલ એસોસિએશન પ્રમુખ ડૉક્ટર ગીરીશ આનંદ અને સેક્રેટરી ડૉક્ટર હીરેન વસાવા એ એક વર્ચ્યુઅલ ઝુમ મિટીંગ નુ આયોજન કરી ડૉક્ટરો સાથે પરામર્શ કર્યુ હતુ.

” સેવ ધ સેવિયર્સ ” અને ” સ્ટોપ ધ વાયોલન્સ ઓન પ્રોફેશન એન્ડ પ્રોફેશનલ્સ ” ના આયોજન હેઠળ તા 18 મી ના રોજ નર્મદા જીલ્લા ના તબીબો કાળા માસ્ક , કાળી પટ્ટી , ધારણ કરી કલેક્ટર કચેરી સામે ધરણાં પ્રદર્શન કરી ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ ઉપર થતા હુમલા અટકાવવા માટે કડક કાયદો ધડવાની માગણી સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપસે તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યો ને પણ આવેદનપત્ર આપવાનું વર્ચ્યુઅલ ઝુમ મિટીંગ મા નક્કી કરાયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here