રાજપીપળાની ભગવાન સો બેનસો મીલમાં ભિષ્ણ આગ લાગતાં ભારે દોડધામ ઓફિસ સહિત સ્ટોર રૂમ બળીને ભસ્મી ભૂત…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

લાકડા સળગતા ભીષણ આગ ના દ્ર્શ્યો સર્જાયા લોકો ના ટોળેટોળાં આગ જોવા ઉમટી પડયા પોલીસ પણ દોડી આવી

રાજપીપળા નગરપાલિકા ના ફાયર ફાયટરો સહિત બબ્બ’ બંબા ઓ એ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો

રાજપીપળા ની જૂની અને જાણીતી લાકડા ની ભગવાન સો મિલ માં આજરોજ બપોર ના બે વાગ્યા ના સુમારે ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. ભીષણ આગ લાગતાં આગની અગન જ્વાળા ઓ મો મિલ ના ઓફિસ સહિત ગોડાઉન બળી ને ખાખ થઇ ગયા હતા.જોકે લાકડા ના આ બેંસો માં રાજપીપળા નગરાલિકા ના ફાયર ફાઇટરો એ સમયસર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

બનાવ ની વાત કરી એ તો આજરોજ બપોરે બે વાગ્યા ના સુમારે ભગવાન સો મિલ તરીકે ઓળખાતા લાકડાના બેન્સો માં અચાનક જ ભીષણ આગ લાગતાં આગની અગન જ્વાળાઓ ઉપર સુધી ઉઠતા સમગ્ર વિસ્તાર માં ધુમાડા ઉઠતા ભારે દોડધામ મચી હતી. ઓફિસ સહિત તેની બાજુ ના લાકડા ના સ્ટોર રૂમ માં મૂકેલા ઇમારતી લાકડાં સળગતા આગ નું ભારે તાંડવ સર્જાયો હતો. આ બનાવ ની જાણ રાજપીપળા નગરાલિકા માં કરતા આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર ફાયતરો તરતજ બબ્બે બંબા સાથે આવી પહોંચ્યા હતા. પોલીસ ને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને કલાકો ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. લાકડા ના બેન્સો માં આગ લાગી હોય લોકો ના પણ ટોળેટોળાં આગ ના ભયાવહ દ્ર્શ્યો જોવા ઉમટી પડ્યા હતાં.

આગ માં લખો રૂપિયા ના સગી લાકડા સહિત ઓફિસ નું સમાન બળીને ભશમિભૂત થયું હતું.જોકે સદનસીબે કોઈ જન હાની સર્જાઈ નહોતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here