રાજપીપળાના રમત ગમત સંકુલ ખોલવાનો સરકારી આદેશ છતાં સંચાલકો દ્વારા બંધ રખાતા લોકોમા રોષ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકાર ની ગાઇડલાઇન મુજબ નર્મદા કલેક્ટર ના જાહેરનામા મા પણ રમતગમત સંકુલ મા રમતો ચાલુ રાખવાની જાહેરાત

નર્મદા કલેક્ટર ના જાહેર નામા ને ધોળી ને પી જતા રમતગમત સંકુલ ના સંચાલકો ની કામગીરી સામે ઉઠતા પશ્રો ??

રાજપીપળા ખાતે ના ધાબા ગ્રાઉન્ડ ખાતે ના રમતગમત સંકુલ સ્પોર્ટસ કોમપલેક્ષ ને સરકાર દ્વારા કોવિડ -19 ની નવી ગાઇડલાઇન મુજબ ખોલવાની જાહેરાત છતા રાજપીપળા સપોર્ટસ સંકુલ ના સંચાલકો દ્વારા રમતગમત સંકુલ ને રમતવીરો માટે બંધ કરવામાં આવતા ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે . શુ નર્મદા જીલ્લા કલેક્ટર ના જાહેરનામા ને માનવા તેનો અમલ કરવા રાજપીપળા સપોર્ટસ સંકુલ ના સંચાલકો બંધાયેલા નથી ??તેમના માટે કોઈ નવા નિયમો છે ?? ની ચર્ચાઓ એ જોર પકડ્યું છે .

નોવેલ કોરોના વાયરસ (COVID-19)ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯.૦૪.૨૦૨૧ ના હુકમ ક્રમાંક 40-3/2020-DM-I(A) થી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે.

રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી, ગૃહ વિભાગના તા.૧૭.૦૫.૨૦૨૧ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ નિયંત્રણોની અવધિ વંચાણના હુકમથી તા.૨૧.૦૫.૨૦૨૧ના ૦૬.૦૦ કલાકથી તા.૨૮.૦૫.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે સૂચનાઓનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩ (૧) તથા ૩૭ (૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧.૦૫.૨૦૨૧ના ૦૬.૦૦ કલાકથી તા.૨૮.૦૫.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી કરવાની રહેશે.

ઉક્ત જાહેરનામામાં જણાવ્યાં મુજબ ઉક્ત સમયગાળા દરમિયાન જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બઅલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા અને અન્ય મનોરંજન સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે નો ઉલ્લેખ જાહેરનામા મા કરાયેલ છે .
જયાંરે નર્મદા જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે નુ સપષટ નિર્દેશ નર્મદા કલેક્ટર ના જાહેર નામા મા કરવામાં આવેલ છે.

આમ છતા પણ રાજપીપળા ખાતે ના રમતગમત સંકુલ ને બંધ કરી દેવાતા ઇન્ડોર ગેમ રમવા માટે આવતા રમતવીરો મા સંચાલકો સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.રમતગમત સંકુલ ના મુખ્ય ગેટ ઉપર ગાંધીનગર ની સુચના ન મળે ત્યા સુધી સંકુલ બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે.

તો શુ સમગ્ર જીલ્લા નાની શાસન ધુરા સંભાળતા નર્મદા કલેક્ટર ના જાહેરનામા નો કોઈ જ મહત્વ નથી ?? સ્પોર્ટસ સંકુલ ના સંચાલકો કેમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે ? આ મામલે રમતવીરો નર્મદા કલેક્ટર ને મળી ને રજુઆત કરવાનાં હોવાનું પણ જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here