છોટાઉદેપુર જિલ્લાની એક કચેરીમાં દારૂ બંધીના કાયદાના લીરે લીરા ઉડતા હોવાની ચર્ચા… કચરાના ઢગલામાં બિયરના ખાલી ટીન જોવા મળ્યા…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાની વડા મથક ખાતે આવેલી જિલ્લા સેવા સદન કચેરી જે સમગ્ર જિલ્લાની વડી કચેરીછે. જ્યાં કચેરીમાં ગુજરાત સરકારના દારૂબંધીનાં કાયદાનો અમલ થતો નથી તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે દારૂ બંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આજરોજ બપોરના 12 કલાકે જિલ્લા સેવા સદન કચેરીના કમ્પાઉન્ડમાં મામલતદાર કચેરીની પાસે બારીના ભાગ ની બહારની સાઈડ ઉપર બિયરના ખાલી ટીન જોવા મળ્યા હતા.જ્યારે બહારના ભાગે પણ કચરો સળગાવ્યો તેમાં ખાલી બિયરના ટીન સળગ્યા નહિ અને કેમેરામાં કેદ થઈ ગયા હતા. સાથે સાથે જિલ્લા સેવા સદનમાં કચરાના ઢગલા અને ગંદકીનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સ્વચ્છતાના વાતો વચ્ચે સરકારી કચેરીઓમાં ગંદકીના સામ્રાજ્યને કારણે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે સાથે નશીલા પદાર્થની બોટલો જોવા મળતા અનેક શંકાઓ કુશંકાઓએ જોર પકડયું છે. જિલ્લાના ઉંચ્ચ અધિકારીઓ વડી કચેરી ખાતે બિરાજતા હોય તેવી જગ્યાઓ ઉપર આવી વસ્તુ જોવા મળે એ શરમજનક બાબત કહેવાય કલેકટર આ અંગે કડક પગલા ભરે એ જરૂરી છે. જ્યારે પારાવાર ગંદકીના કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે જે અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેમ પ્રજાની માંગ છે.
જિલ્લાની વડી કચેરીમાં સરકારી કામકાજ અર્થે જિલ્લાના 6 તાલુકા છોટાઉદેપુર, નસવાડી, કવાંટ, સંખેડા, પાવીજેતપુર, બોડેલીની પ્રજા આવતી હોય છે. સરકારી કામકાજ અર્થે આવતી પ્રજાને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણીના વ્યવસ્થા નથી કાળઝાળ ઉનાળામાં પીવાનું પાણી મળતું નહતું. પાણીના કુલરો બંધ હાલતમાં હોય કુલરના નળ પણ તૂટી ગયા છે. તેવી ફરિયાદ પ્રજા કરી રહી છે. જ્યારે શૌચાલયો માં પણ પારાવાર ગંદકીને કારણે પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવે છે. પરંતુ પ્રાથમિક સુવિધાઓ અંગે કોઈ કાળજી લેવામાં આવતી નથી. જે નવાઈ ભરી વાત છે.
જિલ્લાના મુખ્યમથક ખાતે આવેલ જિલ્લા સેવા સદન કચેરીના શૌચાલયોમાં પણ પાણીની સુવિધા ન હોય અને ગંદકીના કારણે ખડબદી રહ્યું છે. શુ નિયમિત સફાઈ થતી નથી. તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. સુવિધાના અભાવ વચ્ચે પ્રજામાં નારાજગી વર્તાઈ રહી છે. જિલ્લા સેવા સદન ખાતે કચરાના ઢગલામાં બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા. હવે જોવાનું રહ્યું કે તંત્ર ગંદકી સાફ કરાવશે કે કેમ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here