રાજકોટમાં વર્ષ દરમ્યાન કુલ ૨૧ બાળલગ્ન અટકાવવામાં આવ્યા

રાજકોટ, રાજુભાઇ બગડા :-

સમાજમાં ફેલાયેલી ‘‘બાળ લગ્નપ્રથા’’ના કુરિવાજને દૂર કરવા રાજયસરકારે અમલી બનાવેલા બાળલગ્ન પ્રતિબંધિત ધારો-૨૦૦૬ અન્વયે રાજ્યના દરેક જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. જે મુજબ રાજકોટના બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા હાલના વર્ષ દરમ્યાન કુલ ૨૧ બાળલગ્નની અટકાયત કરવામાં આવી હતી. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગીરીની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here