લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૩૧ કેસો પૈકી ૭ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો

રાજકોટ, રાજુભાઇ બગડા :-

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૧ કેસો પૈકી ૭ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૩૧ કેસો પૈકી ૨૩ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૧ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અધિક કલેકટરશ્રી કે.બી.ઠક્કર,પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિતના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here