રાજકીય દબાણને વશ થઈને કાલોલના મંડળ સામે ગોધરાના જીલ્લા શિક્ષણાધિકારી એ કરેલ દરખાસ્ત હાઈકોર્ટે રદ કરી…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સબ જયુડિશ બાબત મા પણ કર્મચારી ની તરફેણ કરી શાળા ને બાન માં લઈ સરકાર હસ્તક લેવા ની ધમકીઓ આપી

પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે કાલોલ કેળવણી પ્રચારક મંડળ નામના ટ્રસ્ટ સંચાલીત બે શાળાઓ પૈકી શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ની ૧૦૦ ટકા ગ્રાન્ટ કાપ અને એજ નોટીસ માં શાળા સરકાર હસ્તક કરવાની ધમકી ભરેલી નોટીસ ની સુનાવણી ગાંધીનગરના નિયામકની કચેરીમાં તા ૧૫/૦૬ નાં રોજ રાખવામાં આવી હતી. જે સુનાવણી ની કાયદેસરતા ને કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા એડવોકેટ દીપક આર દવે મારફતે નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પડકારી હતી જેમા સરકાર પક્ષે સરકારી વકીલ ને એક સાથે બબ્બે કાર્યવાહી કરવા બાબતે જવાબ આપવો ભારે પડી ગયો હતો કુદરતી ન્યાય ના સિદ્ધાંતો ને નેવે મૂકીને નાયબ નિયામક નવનીત મહેતા એ જીલ્લા શિક્ષણાધિકારી ને કાગળ લખ્યો હતો કે “કાલોલ કેળવણી પ્રચારક મંડળ સામે નિયમો નાં ભંગ કરવા બદલ ની દરખાસ્ત આ કચેરીને તા ૦૫/૦૬/૨૩ નાં ૧૨ કલાક સુધી મળી જાય તે રીતે મોકલી આપવા તાકીદ કરવામાં આવે છે ” નાયબ નિયામક નો આ પત્ર ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. આતો એવુ કહેવાય કે કોઈ ન્યાયાધીશ પોલીસ ને આદેશ આપે કે ફલાણા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરો મારે કાર્યવાહી કરવી છે. સમગ્ર પંચમહાલ જીલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલ આ બાબતે મંડળ ના ટ્રસ્ટીઓ જણાવે છે કે આ મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કુલ ના
બરતરફ કરાયેલા શ્રીમતી તૃપ્તિબેન વોરા ની બાબત નામદાર ગુજરાત શૈક્ષણિક ટ્રિબ્યુનલ સમક્ષ ન્યાય નિર્ણય માટે પડતર છે અને આ કેસમા જીલ્લા શિક્ષણાધિકારી અને નિયામક કચેરી પણ પક્ષકાર તરીકે જોડાયેલ છે તેમ છતા પણ આ જ મુદ્દો ઊભો કરી/ કરાવી શાળા મંડળ ને બાનમાં લેવાનો વારંવાર પ્રયત્ન કરવામા આવે છે. જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પોતાના આદેશો ના ઉલ્લંધન બદલ મંડળની ૨૫ ટકા પગાર ગ્રાન્ટ કાપી લીધેલ છે તેમ છતા પણ આજ મુદ્દે પુનઃ સુનાવણી કરી ફરી થી ૧૦૦ ટકા ગ્રાન્ટ કાપવા અધીરા બન્યા છે. કાયદાનો નિયમ સ્પષ્ટ છે કોઈ કેસમા એક વાર કોઈ ઈસમ સામે શિક્ષાત્મક હુકમ કરી દિધો હોય ત્યારે તેવા મુદ્દે ફરીથી તેજ ઈસમ સામે હુકમ કે કાર્યવાહી કરી શકાય નહીં તેમ છતા તત્કાલીન જીલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશ એમ પટેલ ને દબાણ મા લાવી ને મંડળ સામે ખોટી દરખાસ્ત કરાવેલ દરખાસ્ત નાં કોઇ કાગળો મંડળને પુરા પાડયા વીના સુનાવણી યોજી, દરખાસ્ત કરતા અગાઉ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી એ મંડળને કોઈ નોટીસ પણ આપેલ નહોતી વધુમાં તૃપ્તિબેન ના પેન્સન કેસ કરાવવા માટે પણ દબાણો કરવામાં આવેલ. વધુમા મંડળે હંગામી ધોરણે શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવતા અન્ય એક સ્નેહા ગોહીલ ની બીન સંતોષકારક સેવાઓ અન્વયે તેઓને ફરજ મુક્ત કરેલા જે બાબતે પાટા ફેર રજૂઆતો કરી શિક્ષણ મંત્રી ને મળી મંડળ સંચાલિત શાળા સરકાર હસ્તક કરવાની સત્તા બહાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મંડળે શિક્ષણ મંત્રી ને પણ રૂબરૂ મુલાકાત કરી સાચી હકીકતો જણાવેલ પરંતુ તેઓ પણ શાળા સરકાર હસ્તક લેવા ની વાતો કરતા હતા અને કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ આ મામલે ખોટી કાર્યવાહી ન કરવા અપીલ કરી હતી વધુમાં મંડળે શાળા સંચાલક મહામંડળ ના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ અને બોર્ડ નાં સભ્ય પ્રિયવદન કોરાટ ને પણ રજૂઆતો કરી હતી સમગ્ર મામલે મંડળે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ દાખલ કરતા ગત તા ૨૩/૦૬/૨૩ નાં રોજ ન્યાયમુર્તિ નિખીલ એસ કરિયેલ ની કોર્ટ મા કાયદાકિય દલીલો કરતા મંડળના એડવોકેટ દીપક આર દવે ની દલીલો અને રજૂ કરેલ દસ્તાવેજો ને આધારે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરાયેલ દરખાસ્ત બાબતે સ્પષ્ટ અવલોકન કરી મંડળને કોઈ નોટીસ આપ્યા વગર કરેલ કાર્યવાહી યોગ્ય નહી હોવાથી મંડળને પુરતો અને વાજબી સમય આપી યોગ્ય વાંધાઓ નો અભ્યાસ કરી મગજનો ઉપયોગ કરી ન્યાયિક પ્રક્રિયા કરવાનો હુકમ કરેલ છે. વધુમાં શાળા સરકાર હસ્તક લેવા માટે પણ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અને ત્યારબાદ નિયામકની કચેરીમાં યોગ્ય સુનાવણી કરી સરકાર સમક્ષ દરખાસ્ત રજૂ કરવી અને સરકારે પણ યોગ્ય સુનાવણી કરી મેરીટ ને ઘ્યાનમાં રાખીને નિર્ણય કરવો એમા પણ જો મંડળને આવા નિર્ણય થી અસંતોષ હોય તો યોગ્ય તે કોર્ટ સમક્ષ ન્યાય માટે જવાનો વિકલ્પ પણ રહે છે. આમ નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિર્ણય કરતા તદ્દન ખોટી દરખાસ્ત કરી ખોટી કાર્યવાહી કરી પોતાની સત્તા નો દુરૂપયોગ કરી રહેલા અધિકારીઓ ને લપડાક પડી છે અને શાળા સંચાલકો મા આનંદની લાગણી ફેલાઇ છે.
બોક્સ* નિયામક કચેરી ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા નવનીત મહેતા ટી પી વોરા નાં પતી વિપુલ શાહ સાથે મળી ગયા છે અને તેઓને નિવૃત્ત જીલ્લા શિક્ષણાધિકારી બી એસ પંચાલ પુરેપુરો સહયોગ આપી એકસંપ કરી કાલોલ ની શાળા મંડળ સામે કાવાદાવા કરી રહ્યા હતા ત્યારે સમગ્ર સંચાલકોએ પોતાના મતભેદો ભુલી જઈને એકતા કરવી જરૂરી બની જાય છે જેથી આવી ખોટી કાર્યવાહી નો યોગ્ય જવાબ આપી શકાય. વધુમા ખોટી કાર્યવાહી ને રાજ્યના શિક્ષણ મંત્રી નુ સમર્થન પણ સંચાલકો મા ભારે ચર્ચાનો વિષય બનેલ છે અને આ બાબતની રજુઆત મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને પણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જોકે કાલોલ કેળવણી પ્રચારક મંડળે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજુઆત કરી હોવાનુ જાણવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here