ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી ખત્રી વિદ્યાલયની વાર્ષિક ખાસ એન એસ એસ શિબિર મુલધર,ટિમ્બિ મુકામે યોજાઈ

બઓડેલી,છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખત્રી વિદ્યાલય ઉ.માં.શાળા દ્વારા N S S ની ખાસ શિબિરનું મૂલધર ,ટીમબી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે કબીર મંદિર , મુલધરમા ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી સંજયભાઇ રાઠવા સાહેબ પશુ ચિકિત્સક શ્રી પઠાણ સાહેબ તથા ગામ ના વડીલો મૂલધર પ્રાથમિક શાળાના શિક્ષક જીતુ સાહેબ ઉપસ્થિત રહ્યા. પશુ ચિકિત્સક દ્વારા ગામ ના લોકો ને પશુઓ માં થતા રોગ,તેના લક્ષણો અને ઉપાય વિશે વિસ્તૃત સમજ આપી તથા માણસો ને થતા હડકવા વિશે ઊંડાણ માં માર્ગદર્શન પૂરું પાડ્યું.જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ દ્વારા ગામ માં N S S દ્વારા શુ કામ કરવું અને ગામ માં કઈ જગ્યાએ સફાઈ,ભીત સૂત્રો લખવા તથા અન્ય પ્રવૃત્તિઓ કરવી તેવા સૂચનો કર્યા.NSS યુનિટ દ્વારા , ગ્રામ સફાઇ, શોષખાડા, પશુ સારવાર માર્ગદર્શન કેમ્પ, ભીંતસૂત્રો, સાક્ષરતા અભિયાન, અંધશ્રધ્ધા- નિવારણ તેમજ વ્યસન મુક્તિના વિવિધ કાર્યક્રમ દ્વારા ગામને આદર્શ બનાવવાના કયા કયા પ્રયત્નો થઈ શકે તેની ચર્ચા કરવામાં આવી હતી.શેરી નાટક દ્વારા સરકારશ્રી ની ગ્રામ્ય કક્ષાએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ ની લોકો ને જાણકારી આપવામાં આવી ટીમબી ગામ માં ગ્રાહક સુરક્ષા વિશે લોકો ને માહિતગાર કરી કોઈ પણ ચીજ વસ્તુ ખરીદતી વખતે એક આદર્શ ગ્રાહક તરીકે કઇ કાળજી લેવી તેની માહિતી આપવામાં આવી.સદર કાર્યક્રમમાં શાળા ના આચાર્ય તથાગ્રાહક સુરક્ષા ના માર્ગદર્શક એન.આર રાઠવા હાજર રહી સ્વયંસેવકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું.સમગ્ર NSS શિબિર નું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર શ્રી એમ.એસ.માસ્ટર એ કર્યું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here