રાંદેર વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરો… ઠેર ઠેર દેશી વિદેશી દારૂની હાટડીઓ રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલની રડાર પર…

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરના સભ્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બનેલ રાંદેર પોલીસ મથકની હદમાં શીતલ ટોકીઝ પાસે દેશી દારૂનું વેચાણ કરાતું હોવાની લોકબૂમ ઉઠવા પામી છે..
ગાંધીના ગુજરાતમાં પ્રસાસનને પડકાર આપતા હોય એમ અસામાજિક તત્વો મકાઈપુલ નજીક વિદેશી દારૂ તથા તાડીનું વેચાણ કરી રહ્યા છે..તેમજ યુવાધનને બરબાદીની રાહે તગેડી જનાર બુટલેગરો જૂજ રૂપિયાની લાલચે તાડવાડી પર દેશી તથા વિદેશી દારૂનું કોઈની પણ સેહ શરમ વગર ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે…
લોકોમાં થઇ રહેલા ગંભીર અને આશ્ચર્ય જનક ચર્ચા મુજબ સુરત શહેરમાં ઉચ્ચ શાખાઓ હોવા છતાં રાંદેર વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂનું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે?
શું સુરત પોલીસ કમિશ્નરશ્રી આવા કાળા વ્યવસાય ઉપર રોક લગાવી શક્શે..? કે પછી ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલને મેદાનમાં ઉતરવું પડશે..!!?
ચૂંટણીઓ ટાણે સંવેદનશીલ સરકારના શુશાસનને બદનામ કરતા બુટલેગરો વિરુદ્ધ ટૂંક સમયમાં કલમ કી સરકાર ન્યુઝ દ્વારા રાંદેર વિસ્તારમાં ચાલતા દારૂના કરોબાર માટે ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવશે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here