છોટાઉદેપુર : દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ સાથે એક ઈસમને ઝડપી પાડતું સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા સાહેબ, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, જે.પી.મેવાડા નાઓની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એચ. વાઘેલા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેવાંટ ગામે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ” એક ઇસમ નંબર વગરની હોન્ડા સાઈન ગાડી લઈને કઠીવાડા (એમ.પી)માંથી આવે છે અને તે કટારવાંટ ગામે હલ્દીમહુડી ત્રણ રસ્તા થઈ ગુનાટા ગામ બાજુ જનાર છે તેઓની પાસે ગેરકાયદેશર હથીયાર છે તેણે સફેદ કલરનું શર્ટ પહેરેલ છે અને કમરમાં સફેદ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે ” જે બાતમી આધારે મોજે કટારવાંટ ગામે હલ્દી મહુડી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા દરમ્યાન થોડી વાર પછી બાતીમાં જણાવ્યા મુજબની નંબર વગરની હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ નીચે જણાવેલ આરોપી આવતો હોય તેને હાથનો ઈસારો કરી ઉભો રખાવી કોર્ડન કરી પકડી પાડેલ જેની અંગ ઝડતી કરતા તેના કમરના ભાગે પેંટમાં ખોસી રાખેલ દેશી હાથ બનાવટની માઉઝર પીસ્તોલ કિમત રૂપીયા ૨૦,૦૦૦/- ની મળી આવતાં તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧- બી.) એ. મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:- ભારતસીંગ ઉર્ફે હરીયો જામસીંગભાઈ બામણીયા ઉ.વ.૨૧ રહે.જબાણીયા નાકા ફળીયા તા.કઠીવાડા
જી.અલીરાજપુર (એમ.પી)
આ કામગીરી કરનારઃ- SOG I/C પો.ઈન્સ.જે.પી.મેવાડા તથા PSI ડી.જે.વાઘેલા, ASI રઘુવીરભાઇ દિલીપભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિનેષભાઇ નારસીંગભાઇ, HC રમેશભાઇ કંદુભાઇ, HC વિક્રમભાઇ કોટવાલભાઇ તથા PC સુરેશકુમાર ખુમાનસિંહ, PC વિજયભાઇ કાળાભાઇ તથા HC પ્રવિણભાઇ તેરીયાભાઇ તથા WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ, WPC હિરલબેન અમુભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here