નસવાડી પોલીસ દ્વારા હુન્ડાઈ વરના ફોરવ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂની હેરાહેરી કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

અસામાજીક પ્રવુત્તિ સાથે બે ઈસમોને પકડી પાડી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ. ૪,૧૭,૪૩૪/- નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરવામાં ઝડપી પાડવામાં આવ્યો

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહીબીશન/જુગાર જેવી અસામાજીક પ્રવુત્તિને અંકુશમાં લાવવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેથી વિદેશી દારૂના વધુમાં વધુમાં ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય ધર્મેન્દ્રસિંહ કે. રાઠોડ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ ઉપર વોચ રાખી પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય અને આજરોજ ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગ નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન તેઓને બાતમી હકીકત મળેલ કે “એક સફેદ કલરની વરના ફોરવ્હીલ ગાડી રજી.નંબર GJ 03 ER 6030 ની અંદર ઈંગ્લીશદારૂનો જથ્થો ભરીને કવાંટ તરફથી નસવાડી તરફ આવે છે” એ રીતેની બાતમી હકીકત મળેલ હોય જે બાતમી હકીકત આધારે પ્રોહી નાકાબંધી કરી ઈંગ્લીશદારૂની હેરાફેરીમાં ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી. ના પ્લાસ્ટીકના કંપની સીલબંધ હોલ નંગ. ૨૩૮ જે એક પ્લાસ્ટીકના હોલની કિ.રૂ.૪૪૩/- લેખે કુલ પ્લાસ્ટીકના હોલ નંગ.૨૩૮ ની કિંમત રૂપીયા ૧,૦૫,૪૩૪/- ના પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપીઓના નામ સરનામા *
(૧) દિપકસિંહ મિતેન્દ્રસિંહ સોલંકી ઉ.વ.૨૪ ધંધો.ખાનગી નોકરી રહે.સિહાદ્રા ઠાકોર ફળીયા તા.સંખેડા જી.છોટાઉદેપુર (૨) મહિપાલસિંહ માધુભા જાડેજા ઉ.વ.૨૮ ધંધો નોકરી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી. ૭ ગૃપ નડીયાદ હાલ રહે.ભાવનગર શાંતીનગર સોસાયટી (પ્રેસ કોટર) તા.જી.ભાવનગર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના ગોઆ સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ કિ.રૂ.૧,૦૫,૪૩૪/-
મી.લી. ના પ્લાસ્ટીકના કંપની સીલબંધ હોલ નંગ. ૨૩૮
(૨) પકડાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૦૨. (૩) પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લિધેલ એક સફેદ કલરની હુન્ડાઈ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કંપનીની વરના ગાડી જેનો આર.ટી.ઓ. રજી. નંબર GJ 03 ER 6030 ની ફોરવ્હીલ
કી.३.૧૨,०००/-
ગાડી
કુલ કિ.રૂ. ૪,૧૭,૪૩૪/-
* કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી *
(૧) ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન
(૨) અ.હે.કો. શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭ નસવાડી પોલીસ સ્ટેશન (૩) ડ્રા.આ.હે.કો.જશવંતસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૮૮૩ નસવાડી પોલીસ સ્ટેશન
(૪) અ.પો.કો. અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ નસવાડી પોલીસ સ્ટેશન (૫) અ.પો.કો. શાહરૂખખાન ઐયુબખાન બ.નં.૧૬૫ નસવાડી પોલીસ સ્ટેશન
(૬) અ.લો.ર. જયદીપસિંહ જીલુભા બ.નં.૧૮૯ નસવાડી પોલીસ સ્ટેશન (૭) આ.પો.કો. ભાવિકભાઈ મોનજીભાઈ બ.નં.૨૨૩ નસવાડી પોલીસ સ્ટેશન (૮) આ.પો.કો. ભાનુંભાઈ નારણભાઈ બ.નં.૦૩૭ નસવાડી પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here