રમશે ગુજરાત જીતશે ગુજરાત “૨૧ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાના સૌજન્યથી દરેક તાલુકામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરાશે

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના પ્રયત્નો અને તેઓના સૌજન્યથી આગામી તા.૦૧/૦૬/૨૦૨૨ ના રોજ છોટાઉદેપુર મત વિસ્તારના તાલુકામાં સાંસદ ખેલ રમત ગમત સ્પર્ધા નું આયોજન કરાશે જેમાં દરેક તાલુકાના રમતવીરો ભાગ લઈ પોતાની કુશળતા દેખાડશે.
જ્યારે પણ રમતગમતની સ્પર્ધા ની વાત આવે ત્યારે રમતવીરોમાં ખુશીની લહેર છવાઇ જાય છે સાથે વિશ્વ ના લોકપ્રિય નેતા અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના યુવાનોને રમતગમત અને ખેલદીલી પ્રત્યે હંમેશા પ્રોત્સાહિત અને જાગૃત કરતા આવ્યા છે તેમજ ખેલ દિવસ નિમિત્તે વડાપ્રધાને કહ્યું હતું કે ભારત સરકાર રમતગમતને લોકપ્રિય બનાવવા અને ભારતમાં વિવિધ રમતોના પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે વિધપ્રયાસો કરી રહ્યા છે અને હું દરેકને રમત અને ફિટનેસને પોતાની દિન ચર્ચા નો ભાગ બનાવવાનો સપનો અને આગ્રહ રાખું છું.
સાથે રમત ગમત ને લઇ વ્યક્તિ ખુશ અને તંદુરસ્ત રહે છે સાથે રમત ગમતના ઘણા ફાયદા છે જે અંતર્ગત “૨૧ છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા ના સોજન્ય થી સંસદીય મતવિસ્તારના તમામ તાલુકામાં ખેલ સ્પર્ધાનું આયોજન રાખેલ છે જેમાં તમામ રમતવીરોને પધારવા હાર્દિક આમંત્રણ આપેલ છે જેમાં રમતવીરોએ ફોર્મ ભરી જમા કરાવવાનિ છેલ્લી તારીખ ૨૮/૦૫/૨૦૨૨ સે પોતાના તાલુકા વાર સંપર્ક નંબર પર સંપર્ક કરી ફોર્મ જમા કરાવવાના રહેશે.
સાથે વિજય થનાર એક થી ત્રણ નંબરના રમતવીરોને લોકસભા કક્ષાએ અને તાલુકા કક્ષાએ ઈનામ અર્પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here