સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા લૂપ્ત થતી માટીનાં વાસણો બનાવી અનોખી રીતે સ્પર્ધા યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ છેલ્લાં 14 વર્ષ થી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે બાળકોને શિક્ષણની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ બાળકો કરી રહ્યા છે સદભાવના મિશન ક્લાસમાં બાળકોને રસ, રૂચી રહે અને અવનવું શિખવા અને જાણવાની ઉત્સુકતા જોવા મળી હતી.
આજ રોજ સાંજે સદભાવના મિશન બહારપૂરા ગોધરામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લૂપ્ત થતી માટીના વાસણો બનાવવાની સ્પર્ધા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ માટીમાંથી બનાવેલ કડાઈ, તવો, લાકડા ચુલો, પાણીનું માટલું, પાણીનો લોટો, પાણીનો ગ્લાસ, કોલસાની સગડી, ચાહની કેટલી વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી ફરી ગામડું ગામનું પાદર અત્યાધુનિક સમયમાં યાદ આ બાળકોએ કરાવ્યું આ ક્લાસમાં અભ્યાસ કરતા ધોરણ ૫,૬,૭,૮,૯ ની વિધાર્થીની નવ્યા, મિતાલી, ડિમ્પલ, ટીશા, ધર્મિષ્ઠાએ જણાવ્યું કે અમારા આટલા સમયમાં ક્યારેય અમે માટીનાં વાસણો બનાવ્યા ન હતાં. અમે મહેનત કરી માટીનાં વાસણો બનાવી અને એના ઘણાં ફાઇદાઓ અમને જણાવા મળ્યું હતું માટીના માટલામાંથી લીધેલું પણી અને અત્યાધુનિક સમયમાં બનાવેલ ફ્રીજમાંથી લીધેલું પાણી આ બાળકોએ પીને અનેરો આનંદ લઈ લોકોને માટીના વાસણથી બનાવેલાં પાણીનાં માટલાનો દેશ તમામ નાગરિકોને અપીલ કરી હતી જેના ઘણાં ફાયદોઓ છે તેવું જણાવ્યું હતું શિક્ષકશ્રી ઈમરાન સાહેબે કુદરતી કાળી, લાલ અને પીળી માટીનો પરિચય કરાવ્યો હતો
વિધાર્થીઓએ માટીમાંથી વાસણો બનાવી લોકોને જાગૃત કરવા પર લારા હોસ્પિટલના ખ્યાતનામ એવા ડૉ. સુજાત વાલી સાહેબ અને સ્થાનિક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here