મોટી દુમાલી ગામે લીજ ધારકને મારી નાખવાની ધમકી આપતા લીજ ધારક દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

તારીખ 12 10 23 ના રોજ સાંજને સમય માહિતી મુજબ છોટાઉદેપુરના ઈસુ ભરવાડ તેમને ઈસ્માઈલ જમણું નામના વ્યક્તિઓ સાંજની સમયે મોટી ડુમાલી અમરાભાઇની લીજ ઉપર આવ્યા હતા લીજત ધારક દ્વારા રેતી ભરવાની ના પાડતા આ બંને યુવાનો ઉશ્કેરાયા હતા અને અમરાભાઇ ઉપર ગાળા ગાળી કરીને જાતિ વિરોધ શબ્દ બોલીને મારી નાખવાની ધમકી આપી હતી મળતી માહિતી મુજબ અમરાભાઇ લીચ માં હતા ત્યારે આ બંને ઈસમો swift ગાડી લઈને આવ્યા હતા ત્યારે લીચધારક અમરાભાઇ જોડે માથાકૂટ થતા આ બંને ઇસમો ઉશ્કેરાઈને અમરા ભાઈ ઉપર મારામારી કરી હતી ત્યારે બૂમાબૂમ થતા નજીકથી રસિકભાઈ મોતીભાઈ રાઠવા હરીશભાઈ પાર્સિંગભાઈ રાઠવા તેમજ વિકાસભાઈ પાટીદાર દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી બચાવી લીધા હતા અને આ બંને યુવાનો તમને જોઈ લેશુ અને મારી નાખવાની ધમકી આપતા મોટી દુમાલી ગામના રેતીના લીજધારક અમરાભાઇ કનુભાઈ રાઠવા એ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે છોટાઉદેપુર પોલીસ આગળની તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here