માહિતિ અધિકારના કાયદાને અવાર નવાર ધોળીને પી જતાં રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા નગરપાલીકા ના ચીફ ઓફિસર રાહુલ ધોડિયા કોના ભ્રષ્ટાચારો ને છાવરી રહ્યા છે ???

માહિતિ અધિકાર કાયદા હેઠળ માંગેલ માહિતી ન આપતા ફરી એક્વાર ચીફ ઓફિસર રાહુલ ધોડિયા ને રૂા. 25 હજારનો દંડ

માહિતી કમિશનર ગાંધીનગર દ્વારા અઘિકારી ની બેદરકારી અને મનમાની બહાર આવતા દંડ ફટકારાયો

રાજપીપળા નગરપાલિકા અને વાદ વિવાદ જાણે કે એક સિક્કા ની બે બાજુ સમાન હોય એમ સમયાંતરે નિયમિત રીતે જોવા મળતું હોય છે!!! પછી એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે સત્તા પર આશીન થયેલ અધિકારી વિવાદ કે ચર્ચા મા આવ્યા વિના રાજપીપળા નગરપાલીકા નું દિવસ જ પસાર ના થાય.

રાજપીપળા નગરપાલીકા ના
ચીફ ઓફિસર રાહુલ ધોડીયા ને માહિતી કમિશનર ગાંધીનગર દ્વારા સ્વભંડોળમાંથી રૂા. 25 હજાર નો દંડ દિન 15 માં ભરવાનો હુકમ કરવામાં આવતા નગરપાલીકા ની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.અઘિકારી ની કાયદા ઓને ધોળી ને પી જવા ની મનોવૃત્તિ સમગ્ર નગર મા ભારે ચર્ચાસ્પદ બની છે.

સમગ્ર બનાવ ની વાત કરીએ તો આર.ટી.આઇ. એક્ટિવેસ્ટ દિનેશકુમાર રતનલાલ માછી રહે. નવા ફળિયા, રાજપીપળા નાઓ એ માહિતી અધિકાર નિયમન હેઠળ રાજપીપળા નગરપાલિકામાં આશરે પાંચ વર્ષ અગાઉ ખરીદી કરવામાં આવેલ એક સાથે રૂ. 10 લાખ ની માતબર રકમ ની એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટ માં કેટલા નંગ ખરીદવામાં આવ્યા?? કેટલા વોટ ના ખરીદવામાં આવ્યા?? તેની ટેન્ડર પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવી?? અને સ્ટોક પત્રક વગેરે બાબતે માહિતી અધિકાર ના કાયદા હેઠળ નિયત નમુના મા અરજી કરી રાજપીપળા નગરપાલીકા પાસે માહિતી માંગી હતી.

અરજદાર દ્વારા માહિતી માંગવામાં આવતાં તેને સંપુર્ણ માહિતિ આપવાની કાયદાકીય જોગવાઈ છતાં નગરપાલીકા ના ચીફ ઓફિસર રાહુલ ડોડીયા દ્વારા અરજદાર ને અધૂરી માહિતી આપવામાં આવી હતી !!!
આ બાબત થી નારાજ અરજદાર દિનેશ કુમાર રતન લાલ માછીએ પ્રથમ અપીલ અધિકારી સુરતને અરજી કરતા તેઓએ દિન-૭માં સદર માહિતી આપવા રાજપીપળા નગરપાલિકાના માહિતી અધિકારી ચીફ ઓફિસર રાહુલ ધોડીયાને હુકમ કર્યો હતો. પરંતુ અધિકારીએ આ બાબતે માહિતી ન આપી અને આવી કોઈ માહિતીનો રેકર્ડ અમારી પાસે નથી તેમ જણાવ્યું હતુ!!!

પ્રથમ અપિલેટ અધિકારી ના આદેશ ની અવગણના થતાં અરજદાર દિનેશકુમાર રતનલાલ માછીએ બીજી અપીલ માહિતી આયોગ ગાંધીનગરને કરતા માહિતી આયોગ કમિશ્નર દ્વારા ચીફ ઓફિસર રાહુલ ધોડીયાને અનેક વખત તારીખો આપી પોતાની સમક્ષ રૂબરૂ
હાજર થઈ જવાબ આપવાનું જણાવેલ. આમ છતાં પણ પોતાની સત્તા અને પોતાના આકાઓ ની છત્રછાયા હોય ને ચીફ ઓફિસર રાહુલ ધોડીયા માહિતિ કમિશનર સમક્ષ હાજર રહેતા નહોતા.

અવાર નવાર નુ તેડું છતાં પણ પોતાની સત્તા નો દુર ઉપયોગ કરી હાજર ન થતાં માહિતિ કમિશનરે આ મામલે ગંભીર નોંધ લઈ આખરી તારીખમાં તેઓની બેદરકારી અને માહિતી ન આપવાની મનોવૃત્તિ બાબતે સખત પગલા ભરતા ચીફ ઓફિસર રાહુલ ડોડીયાને સ્વભંડોળમાંથી રૂા. 25 હજાર નો દંડ ભરવાનો અને દિન -૭માં અરજદારને એફિડેવિટ કરી માહિતી આપવાનો હુકમ કર્યો છે.

હાલમાં જ થોડાં સમય પહેલાં જ રાહુલ ધોડિયા રૂા. 10 હજાર નો દંડ ભોગવી ચુકેલા છે ત્યારે ફરી એકવાર ચીફ ઓફિસર ને રૂા. 25 હજાર નો દંડ માહિતિ કમિશનર દ્વારા ફટકારતા આ મામલો સમગ્ર નગર મા ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

ચીફ ઓફિસર રાહુલ ધોડિયા નગરપાલીકા ની માહિતિ કેમ આપતા નથી???
*******
કોના ભ્રષ્ટાચાર ને છાવરવામાં આવી રહ્યું છે???
********
કેન્દ્ર માં જ્યારે યુ પી એ ની સરકાર હતી ત્યારે માહિતિ અધિકાર કાયદા ને અમલી બનાવવા મા આવ્યો છે,આ કાયદા અંતર્ગત ભ્રષ્ટાચાર ને બહાર લાવી શકાય છે, સરકારી વિભાગો, કચેરીઓ પાસે કાયદા અંતર્ગત માહિતી માંગી શકાય છે.

રાજપીપળા નગરપાલીકા હસ્તક થતી કામગીરી અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા માહિતીઓ માંગવામાં આવે છે પરંતુ તેઓને માહિતી પ્રદાન કરવામાં આવતી નથી !!! તો આ સમગ્ર બાબત રાજપીપળા નગરપાલિકા ના ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહી છે એવું નથી લાગતું??? ની ચર્ચાઓ નગરજનો ના મોઢે ભારે ચર્ચાસ્પદ બની છે.તો કોના ભ્રષ્ટાચારને છાવરવામાં અધિકારી લીન થયા છે ?? એ પ્રશ્ર્ન રાજપીપળા ના નગરજનોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

એક અધિકારી તરીકે પોતે હજારો રૂપિયાનો દંડ ભોગવી માહિતી પ્રદાન કરવામાં વારંવાર અખાડા કરતા ચીફ ઓફિસર રાહુલ ધોડિયા કેમ માહિતિ આપતા નથી????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here