માનવ પ્રતિભા સન્માન ૨૦૨૧ એવોર્ડથીઆણંદના સેવાભાવી અલ્પાબેન પટેલનું બહુમાન કરાયુ

તારાપુર,(આણંદ) રાહીબ શા દિવાન :-

આણંદ જિલ્લામાં મહિલા સશક્તિકરણ સહિત વિવિધ સામાજિક શૈક્ષણિક સેવાકીય પ્રવૃતિઓ સાથે કાર્યરત સંસ્થા નવ ગુજરાત સ્રી અધિકાર સંઘના અધ્યક્ષ અલ્પાબેન પટેલની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અનેક સંસ્થાઓએ નોંધ લીધી છે. તેમજ વિવિધ પ્રમાણપત્રો, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરેલ છે. આમાં વધુ એક સંસ્થા એ અલ્પાબેન પટેલની એવોર્ડ માટે પસંદગી કરી સન્માન કર્યું છે.
અખીલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા માનવ પ્રતિભા સન્માન ૨૦૨૧ એવોર્ડ માટે અલ્પાબેન પટેલની પસંદગી કરી એવોર્ડ એનાયત કરી સન્માન કરાયું છે. આ ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા તરફથી સન્માન મેળવવા બદલ નવ ગુજરાત સ્રી અધિકાર સંઘ સહિત આણંદ જિલ્લાના મહીલા આગેવાનો અને કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. ઉમદા સન્માન અને આદર બદલ સંસ્થાનો પણ આભાર વ્યક્ત કરી પ્રોત્સાહિત કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here