ભારતીય કિસાન સંઘની ધારદાર રજૂઆતોને પગલે ડભોઈ mgvcl કંપની દ્વારા કૂવાની લાઈનોનું સમાર ટવકામ યુદ્ધના ધોરણે આરંભ્યું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તેન તળાવ ખાતે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખેતર ના કુવાઓની વીજ લાઈનો વારંવાર ખોટકાઈ જવાને લઈ ખેડૂતોને કેટલીક મુશ્કેલીઓ પડતા ડભોઈ mgvcl ઓફિસ ખાતે વિપુલભાઈ પટેલ તેનતલાવ ભારતીય કિસાન સંઘ દ્વારા Mgvcal જીઇબી માં તેન તલાવ ગામ ના ખેડૂતો નાં કૂવા ની લાઈનો મેન્ટનન્સ નાં પ્રશ્નો ને લઈ ને ધારદાર રજૂઆત કરવામા આવી હતી.તેના પગલે ડભોઇ જીઇબી એ ખેડૂતો પાસે થી અરજી ઓ માગતા ખેડુતો એ પોતાના પ્રશ્નો આધારિત અરજી ઓ આપતા ડભોઇ mgvcl દ્વારા તાત્કાલિક ધોરણે લાઈનો નું સમારકામ ચાલુ કરાયુ હતું અને છેલ્લા 2 દિવસ થી રોજ 2 થી 3 અરજી નો નિકાલ કરવામાં આવતા ડભોઇ ભારતીય કિસાન સંઘ નાં નેતૃત્વ કરતા એવા ધવલભાઈ પટેલ કલ્પેશભાઇપટેલ ભાવેશભાઈ પટેલ મેહુલભાઇ પટેલ વગેરે નાઓની મહેનત રંગ લાવતા ડભોઇ MGVCL નાં રાઠવા સાહેબ સોલંકી સાહેબ તથા હાર્દિક સાહેબ નો ખુબ સરસ સહકાર મળતા ભારતીય કિસાન સંઘ ડભોઈ ધવલભાઈ પટેલ કલ્પેશભાઇ પટેલ ભાવેશભાઈ પટેલ મેહુલભાઇ પટેલ વગેરે MGVCL નો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here