ગાંધીનગર મનપામાં ભાજપની જીત થતા ડભોઇ ટાવરચોક ખાતે ભાજપે ફટાકડા ફોડી કરી ઉજવણી

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ટાવર ચોક ખાતે ભારતિય જનતા પાર્ટીના કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડીને તેમજ મોં મીઠું કરીને જીત નો જસન બનાવ્યો

ગાંધીનગર મનપામાં ભાજપની જીત થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દ્વારા ટાવર ખાતે ફટાકડા ફોડીને તેમજ મોં મીઠું કરાવીને ઉજવણી કરી હતી.ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.
ગાંધીનગર માં યોજાયેલ મહાનગરપાલિકા ની ચૂંટણી ના પરિણામો મંગળવારે જાહેર થયા હતા.જેમાં ગાંધીનગર મનપામાં ભગવો લહેરાયો હતો.ગાંધીનગર મનપા ભાજપે કબ્જે કરતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે ભાજપની જીતને લઈ ઠેર ઠેર આતશબાજી કરી મીઠાઈ વેચી ઉજવણી કરાઈ રહી છે.
આજરોજ ગાંધીનગર અને પેટા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ટાવર ચોક ખાતે ફટાકડા ફોડીને તેમજ મોં મીઠું કરાવી ને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન વકીલ, જિલ્લા ઉપપ્રમુખ ડોક્ટર મહેન્દ્ર શાહ, ડભોઇ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ,ભારતીય જનતા પાર્ટીના ડભોઇ સહેર મહા મંત્રી અમીત સોલંકી,વંદન પંડ્યા, ડભોઇvનગરપાલિકાના પ્રમુખ કાજલ બેન કાલી ભાઈ દુલાની જિલ્લા મહીલા મોરચા ના ઉપ પ્રમુખ પારૂલ બેન સોલંકી, મહીલા મોરચા ના ઉપ પ્રમુખ લીના બેન કંસારા, મહીલા મોરચા ના મહા મંત્રી હીનાબેન ભટ્ટ,યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા,ઉપપ્રમુખ પ્રેમલ શાહ, જમાલ ભાઈ, તેમજ વેપારી સેલના કનવિનર રમાકાંત કંસારા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here