બોડેલી તાલુકાના ચાચક ગામે”વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નુ ભવ્ય સ્વાગત…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા સાંસદશ્રી ગીતાબહેન

છોટાઉદેપુર જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સરકારશ્રીની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની જાણકારી લઈને ગામે ગામ ભ્રમણ કરી રહી છે. બોડેલી તાલુકાના ચાચક ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારત સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતી.
આ પ્રસંગે સંયુક્ત સચિવશ્રી ભબાની પ્રસાદ પાટીએ જણાવ્યું કે, દેશનો પ્રત્યેક નાગરિક વિકસિત બને અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ વિકસિત રાષ્ટ બને તે દિશામાં કાર્ય કરવા આપણે સૌએ સંકલ્પ લઈને સહભાગી બનીએ પ્રત્યેક વ્યક્તિને વિકસિત બનાવવા માટેના પાંચ માપદંડો છે, જેમાં પોષણ, શિક્ષણ, સ્વાસ્થ્યસ્થ્ય, રોજગારઅને નાણાં વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે. પોષણથી લઈને નાણાં વ્યવસ્થા સુધીનું વ્યવસ્થાપન સરકારશ્રી વહીવટી તંત્ર થકી યોજનાઓના માધ્યમથી પ્રત્યેક નાગરિકને પ્રાપ્ત થાય તે માટે સરકારશ્રીએ વિવિધ ૧૭ જેટલી યોજનાઓ બનાવી છે. જે તમામ યોજનાનો લાભ છેવાડાના માનવીને પ્રાપ્ત થાય તે માટે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે. યોજનાઓથી વંચિત રહેલા નાગરિકોને નોંધણી કરાવી લાભ લેવા અપીલ કરી હતી.
વધુમાં સંયુક્ત સચિવશ્રી પાટીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પછે કે, દેશના ગામડાઓમાં છેવાડાના માનવી સુધી જઈને ઘર આંગણે આ તમામ યોજનાઓ લાભાર્થીઓને લાભ મળે. આ માત્રાના માધ્યમથી યોજનાઓ વિશે જાણકારો ગામે ગામ અપવામાં આવી રહી છે. પ્રત્યેક વ્યક્તિના વિકાસ થકી જ ગામ, રાજ્ય અને સમગ્ર દેશનો વિકાસ શક્ય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારનો અભિગમ છેવાડાના લોકો સુધી પહોંચવાનો છે. ત્યારે ગામલોકો પણ જાગૃત થઈ સરકારશ્રીની યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
ચાચક ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે ગામમાંથી સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માનકાર્ડ, પ્રાકૃતિક કૃષિ, લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાના વિવિધ યોજનાકીય અમલીકરણ વિભાગો દ્વારા કાર્યક્રમ સ્થળે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પની ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ખેડૂતો માટે હાલમાં જ અમલી બનેલી “નમો ડ્રોન દીદી” યોજનાની ડ્રોન ટેક્નોલોજીથી તેની ચુરિયા અને દવા છંટકાવ માટેના ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ સ્થળે પોજાતાં જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા સંયુક્ત સચિવશ્રી ભબાનીજીએ આહવાન કર્યું હતું.
છોટાઉદેપુર સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવાએ પશુપાલન કરી પગભર થયેલી બહેનોને નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેનને મહિલા સશકિતકરણની વાત કરતા કેન્દ્ર અને રાજય સરકારની મહિલા બાળ વિકાસ વિભાગની તમામ યોજનાઓનો બાળા, કિશોરી અને મહિલાઓને લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે માન વડાપ્રધાનથી નરેન્દ્રભાઈ મોદીનો સીધો જીવંત સંવાદ મંચસ્થ મહાનુભાવો સહિત સરકારી અધિકારીશ્રી, કર્મચારીગણ અને સ્થાનિકોએ નિહાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here