બોડેલી નગરના વિવિધ વિસ્તારમા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી મહાદેવ મંદિર પાસે ગોપેશ્વર યુવક મંડળ દ્વારા ગોપેશ્વર રાજા ગણેશજીની 23 મુ વર્ષ મા સ્થાપના કરાઈ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મા ગણેશ ચતુર્થી નિમિત્તે બોડેલીમાં આવેલ અલીપુરા ગજાનંદ તેમજ બોડેલી નગરમાં સોસાયટીઓમાં તેમજ ઢોકલીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે રામજી મંદિર યુવક મંડળ દ્વારા પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી બોડેલી નગરમા હોળી ચકલા તેમજ માર્કેટ રોડ સોમનાથ સોસાયટી તેમજ સોસાયટીઓમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ સ્થાપના કરવામાં આવી શિવ પાર્વતી ના પુત્ર એવા ગણેશજીના હાથીના મસ્તક વાળા પુત્રને સાંણપણ અને સમૃદ્ધિના સર્વોચ્ચય દેવ દુદાળા પણ કહેવાય છે ત્યારે બોડેલી અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે ગોપેશ્વર રાજા ગણેશજીની મૂર્તિ બોડેલી અલીપુરા ચોકડી થી ડીજે ની તાલે રંગે ચંગે લાવવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના ભાઈ બહેનો તેમજ બાળકો નો ઉત્સવ જોવા મળ્યો હતો ગોપેશ્વર યુવક મંડળ દ્વારા ગોપેશ્વર રાજા ગણેશજીનું 23માં વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here