છોટાઉદેપુર નગર સહીત જીલ્લામાં વરસાદનાં વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તાની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર જીલ્લા ના છ તાલુકાઓમાં અંદાજિત 300 જેટલાં ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશની વિધિવત્ રીતે આજરોજ સ્થાપ્ના કરવામાં આવી હતી. છોટા ઉદેપુર જીલ્લા માં ઝરમર વરસાદ વરસી રહ્યો હોય અને આજરોજ ભાદરવા સુદ ચોથ ના દીવસે ભગવાન શ્રી ગણેશની ચતુર્થી નો પર્વ હોય જેથી વરસાદી વિઘ્ન વચ્ચે પણ ભગવાન શ્રી ગણેશની ઠેર ઠેર જગ્યા એ સ્થાપના કરવામાં આવી છે.

છોટા ઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અને ગણેશ પર્વ માં વિઘ્ન ઉભુ કરી રહયો છે. યુવાન ભક્તો માટે દસ દિવસ ના આ ધાર્મિક તહેવાર માં બાધા ઉત્પન્ન થઈ રહી છે પરંતું આ વિષમ પરિસ્થિતિમાં પણ દરેક યુવાનો ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ પર્વ ઉજવવા મક્કમ બની ગયાં છે. અને આજરોજ જીલ્લામાં અંદાજે ત્રણસો જેટલી જાહેર જગ્યાઓ ઉપર વિધિવત્ રીતે શ્રીજી ની સ્થાપના કરવામાં આવી હતી.

છોટા ઉદેપુર જીલ્લા માં શ્રીજી ને આવકારવા માટે ચાલુ વર્ષે એક નવો રિવાજ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. ડીજે ના તાલે વાજતે ગાજતે શ્રીજી ની પ્રતિમા લઈ અને નગરમાં ફેરવી ને ગણેશ પંડાલ સુધી લાવવામાં આવી રહી છે. અને ભક્તિભાવ સાથે શ્રીજી નું સ્વાગત યુવાનો કરી રહ્યા છે. અગાઉના વર્ષોમાં ગણપતિ બાપ્પા મોરિયા ના જયનાદ સાથે શ્રીજી નું સ્વાગત કરવામાં આવતું હતું પરતું ચાલુ વર્ષે ડીજે સિસ્ટમ ઠેર ઠેર જગ્યા એ જોવા મળી રહી છે. જ્યારે અંતરીયાળ આદીવાસી ગ્રામિણ વિસ્તારોમાં પણ ભારે ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે. અને ભક્તિનો સાગર આ આદીવાસી પંથક માં પણ જૉવા મળી રહયો છે.

ચાલુ વર્ષે છોટા ઉદેપુર તથા બોડેલી નગર માં ભગવાન શ્રી ગણેશની અવનવી જુદા જુદા રૂપની પ્રતિમાઓ વેચાવા અર્થે આવી હતી જેને ખરીદી યુવાનો દ્વારા ડીજે ના તાલે લઈ જવા માં આવી રહી છે. વિવિઘ સ્વરૂપોની પ્રતિમાઓ હવે છોટા ઉદેપુર જીલ્લા માં જ મળી જતાં વડોદરા સુધીનો ધક્કો મટી ગયો છે. પ્રતિમા લેવાં ઠેટ વડોદરા સુધી ગાડી લઈ જવુ પડતું હતું જેમાં હવે રાહત થઈ છે. અને ખર્ચો પણ બચી ગયો છે. છોટા ઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં દસ દિવસ સુધી ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવ ઊજવવામાં આવશે જેમા વિવિઘ સાંસ્ક્રુતિક અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે . આજરોજ ગણપતિ બાપ્પા મોરિયા ના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ઉત્સવ ધામધૂમ થી ઉજવવા માં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here